હાલમાં ઈન્દોરમાં બનેલ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના માતા-પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે. આ ઘટના સાંભળીને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે. ઈન્દોરમાં વલ્લભ નગર માં ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીએ રાત્રે તેના ઘરે સ્કૂલની ટાઈ વડે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
જીવ ટૂંકો કરનાર વિદ્યાર્થીઓના હાથ પગ બાંધેલા અને વિદ્યાર્થીનું મોઢું ટમેટાથી ભરેલું હતું. ઉપરાંત વિદ્યાર્થી ના મોબાઇલની ફ્લેશ પણ શરૂ હતી અને મોબાઈલ ફોનમાં વિડિયો રેકોર્ડિંગ ચાલુ હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, વિદ્યાર્થીએ ઓનલાઇન ગેમના ટાસ્ક પૂરો કરતી વખતે પોતાનું જીવન ટુંકાવ્યું હશે.
પરિવારજનોનું કહેવું છે કે તમારા દિકરાનો જીવ લઈ લેવામાં આવ્યો છે. મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ વિવેક હતું. વિવેકના પિતા ગુજરાતી બસ ચલાવે છે. વિવેકની માતા લોકોના ઘરમાં કામ કરે છે. વિવેક નો મોટો ભાઈ નોકરી કરે છે. મંગળવારે પરિવારના તમામ સભ્યો પોતાના કામમાં વ્યસ્ત હતા. દરરોજની જેમ વિવેક ઘરમાં એકલો હતો.
વિદ્યાર્થીએ સૌ પ્રથમ પોતાની સ્કૂલનો ગળેફાંસો બનાવ્યો, ત્યારબાદ પોતાના બંને પગ દોરડા વડે બાંધી દીધા. વિવેકનો મોટોભાઈ રોહિત જ્યારે ઘરે પહોંચ્યો અને તેને ઘરનો દરવાજો ખખડાવ્યો, પરંતુ વિવેકી દરવાજો ખોલ્યો નહીં. ત્યારબાદ રોહિત ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો. અંદર જઈને જોયું ત્યારે યુવકનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું.
ત્યારબાદ વિવેક ને રોહિતે નીચે ઉતાર્યો. ત્યારબાદ તેની સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વિવેકના મિત્રોની પુછપરછ કરી હતી.
પૂછપરછ દરમિયાન યુવતીના મિત્રોએ કહ્યું કે વિવેક ઓનલાઇન ગેમ રમતો. હાલમાં પોલીસ વિડિયો રેકોર્ડિંગના આધારે આગળની તપાસ કરી છે. તમામ માતા-પિતાને સંદેશો આપીએ છીએ કે, તમારું બાળક મોબાઇલમાં શું કરે છે, મોબાઇલમાં શું કરે છે અને કોની સાથે વાત કરે છે. તેનું અવશ્ય ધ્યાન રાખજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment