રનવે પર દોડતા પ્લેનના પાખડા પર કબૂતર આવીને બેસી ગયું, પછી કંઈક એવું થયું કે…વીડિયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશે…

સોશિયલ મીડિયામાં આપણે દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. અમુક વખત આપણી સામે સોશિયલ મીડિયા પર એવા વિડીયો સામે આવતા હોય છે. જે જોઈને આપણે હસી હસીને ગોટો વળી જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટનામાં રનવે પર દોડતા પ્લેનના પાખડા ઉપર આવીને એક કબૂતર બેસી જાય છે. ત્યારબાદ કબુતર સાથે કંઈક એવું થાય છે કે પ્લેનની અંદર બેસેલા લોકો ખડખડાટ હસી પડ્યા હતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પ્લેન રનવે ઉપર દોડતો જોવા મળી રહ્યું છે. જ્યારે પ્લેન ટેક ઓફ કરવા માટે તૈયાર હોય છે. ત્યારે અચાનક એક કબૂતર ઉડીને પ્લેનના પાંખડા ઉપર આવીને બેસી જાય છે. ચાલતા પ્લેનના પાખડા ઉપર કબૂતર આરામથી બેઠેલું જોવા મળી રહ્યું છે.

ત્યારબાદ રનવે ઉપર ચાલતું પ્લેન સ્પીડ પકડે છે. પ્લેનની સ્પીડ આટલી વધી ગઈ કે કબૂતરના પગ લપસવા લાગે છે અને તે સરકીને નીચે પડી જાય છે. ઘણા લોકોને આ વિડીયો ખૂબ જ ફની લાગ્યો છે અને ઘણા લોકો વિડિયો જોઈને આશ્ચર્યચક થઈ ગયા છે.

ઘટનાનો વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર vrialhog નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. એક લાખથી પણ વધારે લોકોએ આ વીડિયોને જોયો છે. ઉપરાંત 12,000થી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે.

 

View this post on Instagram

 

A post shared by ViralHog (@viralhog)

વાયરલ થયેલો વીડિયો જોઈને ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટો કરી રહ્યા છે. જેમકે કેટલાક લોકો કહી રહ્યા છે કે કબૂતર માઈકલ જેક્શનની જેમ મુનવોક કરી રહ્યું છે. ઘણા લોકો કહી રહ્યા છે કે આ કબૂતર પંખામાં ફસાઈ ગયું હોત તો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*