Heart attack: છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી ઘટનાના વિડીયો જોયા હશે. જેમાં ગરબા રમતી વખતે ક્રિકેટ રમતી વખતે અથવા તો બેઠ- બેઠા હાર્ટ એટેક આવવાના કારણે મોત થતા હોય છે. ત્યારે હાલમાં તેવી જ એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટનામાં રસ્તા ઉપર શાંતિથી ચાલીને જતા એક વ્યક્તિને અચાનક જ હાર્ટ એટેક આવતા જ તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ થઈ રહેલો આ વિડીયો છોટા ઉદયપુર માંથી સામે આવી રહ્યો છે.
વાયરલ ધારેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રસ્તા ઉપર બે પુરુષ અને એક મહિલા પોતાના માથા ઉપર કાંઈક સામાન મૂકીને ચાલતા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન પોતાના માથા ઉપર સામાન મૂકીને સૌથી પાછળ ચાલતો વ્યક્તિ અચાનક જ રસ્તા ઉપર ઉભો રહી જાય છે. ત્યાર પછી તેને માથા ઉપર મુકેલો સામાન નીચે પડી જાય છે અને તે પણ જમીન પર ઢળી પડે છે.
આ દ્રશ્યો જોઈને આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. ત્યાર પછી આ વ્યક્તિ સાથે શું થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. બસ એટલું જ જાણવા મળી રહ્યું છે કે વિડિયો છોટા ઉદયપુર માંથી સામે આવી રહ્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે.
મિત્રો આ પહેલા પણ તમે આવી ઘણી ઘટનાઓ વિશે સાંભળ્યું હશે. થોડાક સમય પહેલા આજે ગુજરાતમાંથી એક ઘટના સામે આવી હતી. જેમાં બાપ દીકરો શાંતિથી બેઠા બેઠા વાતચીત કરી રહ્યા હોય છે. ત્યારે અચાનક જ સ્કુટી ઉપર બેઠેલા દીકરાને હાર્ટ એટેક આવે છે અને તે જમીન પર ઢળી પડે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment