બાઈક લઈને ઘરે જતા વ્યક્તિને બોલેરો કાર ચાલકે કચડી નાખ્યા… પરિવારના મોભીનું દર્દનાક મોત…

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે થોડાક દિવસ પહેલા રાજકોટમાં બનેલી એક અકસ્માતની ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. જાણવા મળી રહ્યું છે કે, રાજકોટમાં ગત 22 સપ્ટેમ્બરના રોજ એક ભયંકર અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં વિનુભાઈ ભીમજીભાઈ કુમારખાણીયા નામના વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

ત્યાર પછી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો વિનુભાઈ ગત 22 સપ્ટેમ્બરના રોજ તેમના મૂળ વતન બેડલા ગામે બાઈક લઈને જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં પાછળથી ઉપાડ ઝડપે આવતા એક બોલેરો ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી

. ટક્કર એટલી જોરદાર હતી કે વિનુભાઈ હવામાં ફંગોળાઈને રોડ પર પડ્યા હતા. આ ઘટનામાં તેમના શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને ઘટનાની જાણ 108 ની ટીમને કરવામાં આવી હતી.

ત્યાર પછી વિનુભાઈને 108 ની મદદ થી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પછી ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી હતી. પછી વિનુભાઈને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. અહીં અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિનુભાઈનું મોત થયું હતું.

વિનુભાઈ નું મોત થતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. વિનુભાઈ મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અજાણ્યા બોલેરો કાર ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*