HeartAttack: ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી ઘટનાઓ વિશે સાંભળ્યું હશે, જેમાં ગરબા રમતી વખતે, ડાન્સ કરતી વખતે ક્રિકેટ રમતી વખતે અથવા તો બેઠા બેઠા હાર્ટ એટેક આવતા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
ત્યારે હાલમાં તેવી જ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં મેડિકલ સ્ટોરમાં શાંતિથી ખુરશી ઉપર બેઠેલા વ્યક્તિને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારે ત્યાં ઉભેલો એક વ્યક્તિ ભગવાન બનીને આવ્યો હતો અને હાર્ટ એટેક આવેલા યુવકનો જીવ બચાવી લીધો હતો.
વિગતવાર વાત કરીએ તો, એક વ્યક્તિ મેડિકલ સ્ટોરમાં ખુરશી ઉપર બેઠેલા હતા. આ દરમિયાન તેઓ પાણી પી રહ્યા હતા. પાણી પીધા બાદ તેઓ ખુરશી ઉપર થી નીચે બેસી ગયા હતા અને તેઓ પોતાના છાતી ઉપર હાથ ફેરવી રહ્યા હતા. ત્યાર પછી તેઓ અચાનક જમીન પર ઢળી પડ્યા હતા.
આ દ્રશ્યો જોઈને ત્યાં અભેલો વ્યક્તિ તરત જ જમીન પર પડેલા વ્યક્તિ પાસે જાય છે. પછી CPR આપીને જમીન પર પડેલા વ્યક્તિનો જીવ બચાવી લે છે. અંદાજે એક મિનિટ સુધી CPR આપ્યો આ કારણસર વ્યક્તિનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર દ્રશ્યો મેડિકલ સ્ટોરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા.
હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોયા બાદ લોકો CPR આપીને જીવ બચાવનાર વ્યક્તિના મન મૂકીને વખાણ કરી રહ્યા છે. ભરતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે આ ઘટના રાજસ્થાનમાં બની હતી.
વાયરલ થયેલો વિડિયો facebook પર Zee 24 Kalak નામની ન્યુઝ ચેનલના પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં એક મિલિયનથી પણ વધારે લોકોએ જોયો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment