વડોદરાના ડભોઇ પાસે બાઈક લઈને મગ વેચવા નીકળેલા 18 વર્ષના યુવકને કારે કચડી નાખ્યો, યુવકનું ઘટના સ્થળે તડપી તડપીને મોત…’ઓમ શાંતિ’

Published on: 4:55 pm, Tue, 23 May 23

વડોદરા(Vadodara): ના ડભોઇ તાલુકા પાસે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ડભોઇ(Dabhoi) તાલુકાના અકોટી ગામ(Akoti village) પાસે ઝડપે જઈ રહેલા કારચાલકે એક બાઈક સવાર યુવકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે આ ઘટનામાં કારમાં સવાર પરિવાર ઉજાગ્રસ્ત થયો હતો.

વડોદરાના ડભોઇ પાસે કારે ફણગાવેલા મગ વેચવા નીકળેલા મોટર સાઇકલ ચાલક યુવાનને અડફેટે લેતા સ્થળ પર મોત | A motorcycle rider who was selling mugs blown by a car hit a young

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાને લઈને ચાંદોદ પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરે, ડભોઇ નગરના નવાપુરા બિલવાડા મોહલ્લામાં રહેતો અને છૂટક ધંધા મજૂરી કરતો વિજય બુધાભાઈ વાઘરી નામનો 18 વર્ષનો યુવક ઘટનાના દિવસે વહેલી સવારે ઘરેથી ફણગાવેલા મગ વેચવા માટે નીકળ્યો હતો.

વડોદરાના ડભોઇ પાસે કારે ફણગાવેલા મગ વેચવા નીકળેલા મોટર સાઇકલ ચાલક યુવાનને અડફેટે લેતા સ્થળ પર મોત | A motorcycle rider who was selling mugs blown by a car hit a young

આ દરમિયાન તે અકોટી ગામ મગ વેચવા માટે પહોંચ્યો હતો. ગામની અંદર મગ વેચ્યા બાદ તે મુખ્ય રોડ ઉપર આવ્યો હતો. અહીં તેને એક ગ્રાહક અને મગ આપ્યા હતા અને પછી તે ગ્રાહક પાસેથી પૈસા લઈ રહ્યો હતો. આ દરમિયાન પૂરપાડ ઝડપે આવતીકાલે વિજયને જોરદાર ટક્કર લગાવી હતી.

જેના કારણે વિજય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર પરિવારને નાની મોટી ઈજા પહોંચી હતી. કારની સ્પીડ એટલી વધુ હતી કે વિજયની બાઇકને ટક્કર લગાવ્યા બાદ કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

વડોદરાના ડભોઇ પાસે કારે ફણગાવેલા મગ વેચવા નીકળેલા મોટર સાઇકલ ચાલક યુવાનને અડફેટે લેતા સ્થળ પર મોત | A motorcycle rider who was selling mugs blown by a car hit a young

પછી આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે વિજયના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. પછી પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિજયના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વડોદરાના ડભોઇ પાસે બાઈક લઈને મગ વેચવા નીકળેલા 18 વર્ષના યુવકને કારે કચડી નાખ્યો, યુવકનું ઘટના સ્થળે તડપી તડપીને મોત…’ઓમ શાંતિ’"

Leave a comment

Your email address will not be published.


*