જામનગરમાં રહેતા પટેલ યુવાને, ગામડે જઈને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું – પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું…

ગુજરાતમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે જામનગરમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. જામનગર શહેરમાં રહેતા અને કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા પટેલ યુવાને ધોલા તાલુકાના લતીપર ગામમાં આવેલ પોતાના મકાન પર જઈને અગમ્યા કારણોસર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

આ ઘટના બનતા જ યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી હાથ કરી હતી. સમગ્ર ઘટનાને લઈને વાત કરીએ તો આ ઘટનામાં ત્રિભુવનભાઈ વસંતભાઈ ઝાલાવાડીયા નામના 48 વર્ષીય પટેલ યુવાને બુધવારના રોજ પોતાના ગામમાં આવેલ ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

ત્રિભુવનભાઈ જામનગર શહેરમાં રણજીત સાગર રોડ પર આવેલી રઘુવીર પાર્ક શેરી નંબર ચારમાં પ્લોટ નંબર 177/4 માં રહેતા હતા અને તેઓ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા હતા. ત્રિભુવનભાઈ બુધવારના રોજ લતીપર ગામમાં આવેલ તેમના મકાન પર ગયા હતા ત્યાં રૂમમાં લાકડા પર દોરડા વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

આ ઘટનાની જાણ મૃતક ના ભાઈ એ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્રિભુવનભાઈ ના મૃતદેહને જામનગરની જીજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રિભુવનભાઈના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ત્રિભુવનભાઈ કયા કારણોસર પોતાનું જીવનનું ટૂંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસ હાલમાં સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી કરી રહી છે. ત્રિભુવનભાઈના મૃત્યુના કારણે પટેલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*