ગોંડલ ચોકડી પાસે ભયાનક અકસ્માતમાં પટેલ યુવાન અને એક યુવતીનું કમકમાટી ભર્યું મોત, યુવકના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 170 ઝડપે ચાલતી કારનો વિડીયો મળ્યો… જુઓ વાયરલ વિડિયો

ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે રાજકોટના ગોંડલ હાઇવે પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પટેલ યુવાને અને એક યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર ટાટા કંપનીની હેરિયર કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત્ર સર્જાયો હતો.

અકસ્માત એટલો ગંભીર હતો કે સેફટીમાં ફાઈવ સ્ટાર મળેલી ટાટા કંપનીની હેરિયર કાર ભાંગીને ભુક્કો થઈ ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાર ચાલકની ઓવર સ્પીડના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો છે. મૃત્યુ પામેલા યુવકના ઈન્સ્ટાગ્રામનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મૃત્યુ પામેલા યુવકનું નામ હર્ષ ભરતભાઈ ભલાળા હતું. તેને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 170ની સ્પીડ પર કાર ચલાવતો હોય તે પ્રકારનો વિડીયો અપલોડ કર્યો હતો. જે વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે અકસ્માત ઓવર સ્પીડ ના કારણે થયો હોય છે. હાલમાં આ ઘટનાની ચર્ચાઓ ચારેય બાજુ ચાલી રહી છે. મૃત્યુ પામેલી યુવતી નું નામ ઉર્વી અરજણભાઈ ભુવા હતું. તે મૂળ અમરેલીની વતની હતી તેવું સામે આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ઉર્વીના છેલ્લા કેટલાય સમયથી પોતાના માતા પિતા સાથે કોઈ સંબંધ ન હતા.

જાણવા મળતી વિગત અનુસાર જે બાબતે યુવતીના માતા પિતાએ અને પરિવારજનો દ્વારા પેપરમાં પણ આપવામાં આવ્યું હતું. યુવતી બસ સ્ટેશન પાછળ આવેલા રામદેવ મોબાઇલ વાળી શેરીમાં રહેતી હોવાની માહિતી મળી રહી છે. મૃત્યુ પામેલી ઉર્વી અને મૃત્યુ પામેલા હર્ષનો શું સંબંધ હતો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

 

View this post on Instagram

 

A post shared by Harsh_99 (@harsh_bhalala99)

આ અકસ્માતની ઘટના બનતા બંને મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે .આ વિડીયો યુવકના મૃત્યુના પહેલાંનો છે તે બાબતે કોઈપણ પ્રકારની પુષ્ટિ થઈ નથી. કારણકે વીડિયોમાં દેખાતા કારના સ્ટેરીંગ પર suzuki કંપનીનો લોગો છે. જ્યારે અકસ્માતનો ભોગ બનેલી કાર ટાટા કંપનીની છે. એટલા માટે અમારી વેબસાઈટ આ વીડિયોની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*