અમદાવાદની પટેલ યુવતીનું મૃતદેહ પેરિસની નદીમાંથી મળી આવ્યું, પરિવારના લોકોને જીવ લેવાની આશંકાઓ…પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું…

મિત્રો હાલમાં બનેલી એક દુઃખ દાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં અમદાવાદની એક મહિલાનું મૃતદેહ પેરિસની સીન નદીમાંથી મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. મૃત્યુ પામેલી મહિલાનું નામ સાધના શૈલેષભાઈ પટેલ હતું અને તેની ઉંમર 31 વર્ષની હતી.

સાધના ના પરિવારજનોને તેના મૃત્યુમાં કંઈક અજાગતું થયું હોવાની આશંકાઓ છે. મળતી માહિતી અનુસાર સાધનાનું મૃતદેહ 14 એપ્રિલ 2022 ના રોજ મળી આવ્યું હતું. 6 ઓગસ્ટના રોજ સાધના નું મૃતદેહ અમદાવાદ પહોંચ્યું હતું. ત્યાં સાધનાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનાને લઈને સાધનાના પરિવારજનોનું કેવું છે કે, સાધનાનું મૃતદેહ ખરાબ રીતે સડી ગયું હોવાના કારણે તેની ઓળખ કરવી પણ ઘણી મુશ્કેલ બની ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને સાધનાની બેને જણાવ્યું કે, પેરિસ પોલીસની જીવ ટૂંકાવાની શંકાઓ છે.

પરંતુ અમને લાગે છે કે સાધના સાથે કંઈક અજાગતું થયું હશે. કારણ કે પેરિસમાં કામ કરતાં સાધનાના પતિ શૈલેષ પટેલ પણ મળ્યા નથી. આ સમગ્ર ઘટનાને લઈને પેરિસ પોલીસ હજુ તપાસ કરી રહી છે. સાધના ના લગ્ન 2016માં શૈલેષ પટેલ સાથે થયા હતા.

2018 માં તેઓ યુરેન શિફ્ટ થઈ ગયા હતા. તેમનો એજન્ટ તેમના પાસપોર્ટ અને અન્ય સંબંધીત દસ્તાવેજો લઈને ફરાર થઈ ગયો હતો. જેના કારણે યુક્રેડ પોલીસે તેમની અટકાયત કરી હતી. ત્યારબાદ કાનૂની સહાય મેળવીને તેઓ છૂટી ગયા હતા. ત્યારબાદ તેઓ 2020 માં પેરિસ શિફ્ટ થઈ ગયા હતા.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને પેરિસ પોલીસ કાર્યવાહી કરી રહી છે. સાધનાનું મૃત્યુનો કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પેરિસ પોલીસને કહેવું છે કે સાધના એ પોતાનું જીવનનું ટૂંકાવ્યું છે અને પરિવારના લોકોનું કહેવું છે કે સાધના સાથે કંઈક અજાગતું થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*