પ્લેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે 650 ફૂટની ઊંચાઈ પર પ્લેનનો ઈમરજન્સી ગેટ ખોલી નાખ્યું, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને ટાંટિયા ધ્રુજી જશે…

opens emergency exit door mid-air: સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં એક રુવાડા ઉભા કરી દેનારી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં પ્લેનમાં બેઠેલા એક મુસાફરે કંઈક એવું કર્યું કે સાંભળીને તમે પણ ખૂબ જ ગુસ્સામાં ભરાઈ જશો. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો દક્ષિણ કોરિયાની એશિયાના એરલાઇન્સની એક ફ્લાઈટમાં એક મુસાફરે પ્લેનનો ઇમર્જન્સી એક્ઝિટ ગેટ હવામાં જ ખોલી નાખ્યો હતો.

સમગ્ર ઘટના બની ત્યારે પ્લેન લગભગ 650 ft ની ઊંચાઈ પર ઉડતું હતું. હાલમાં તો આવી હરકત કરનાર મુસાફરની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલમાં મામલે એશિયાના એરલાઈન્સ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. સમાચાર એજન્સી AFPના રિપોર્ટ અનુસાર, આ ઘટના આજરોજ બની છે. એરબસ A321 200માં 6 ક્રુ મેમ્બર અને 194 મુસાફરો સવારી કરી રહ્યા હતા.

રિપોર્ટ અનુસાર ફ્લાઈટ જ્યારે હવામાં લગભગ 200 મીટર એટલે કે 650 ફૂટની ઊંચાઈ પર ઉડી રહી હતી, ત્યારે ઈમરજન્સી ગેટ પાસે બેઠેલા એક મુસાફરે અચાનક જ ઇમર્જન્સી ગેટ ખોલી નાખ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે આ ઘટનામાં નવ લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ઘટનાને એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે હવામાં ઉડતા પ્લેનનો ઇમર્જન્સી ગેટ ખુલ્લો છે. ખૂબ જ ઝડપી પવન લાઇટની અંદર ફુકાઈ રહ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. જો કોઈ પણ પ્રકારની ઘટના બની હોત તો એક જણાની બેદરકારીના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે.

જ્યારે અચાનક જ પ્લેનનો ઇમર્જન્સી ગેટ ભૂલી ગયો, ત્યારે પ્લેનમાં બેઠેલા મુસાફરો બુબાબુમ કરી રહ્યા હતા અને તેઓ ખૂબ જ ડરી ગયા હતા. આ ઘટનાનો વિડીયો ટ્વીટર પર @OnAviation નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*