પાલીતાણા જતી એક બસ રેલવે ફાટક સાથે અથડાઈ, 6 લોકો ઈજાગ્રસ્ત અને 1 બાળકનું મૃત્યુ…

રાજ્યમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ સામે આવી રહી છે. ઘણીવાર અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે અમરોલી જિલ્લાની એક એવી જ ઘટના સામે આવી છે.

અમરેલી જિલ્લામાં આજરોજ બપોરે એક ખાનગી બસ રેલવે ફાટક ની રેલિંગ સાથે ટક્કર લેવાના કારણે અકસ્માતો સર્જાયું હતું. મળતી માહિતી અનુસાર સાવરકુંડલા થી ગારીયાધાર પાલીતાણા જતી એક ખાનગી બસ ભુવા રોડ પર બંધ રેલવે ફાટક હતું.

તે દરમ્યાન ફૂલ સ્પીડમાં બસ રેલવે ફાટક ની રેલિંગ સાથે અથડાઈ હતી. અકસ્માત દરમિયાન બસમાં 15 થી પણ વધારે મુસાફરો હતા એમાંથી 6 લોકોને ગંભીર ઇજા પહોંચી છે.

જેમાંથી 3ની હાલત ખુબ ગંભીર છે. ઉપરાંત અકસ્માત દરમિયાન એક બાળકનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. અકસ્માત સર્જાયો ત્યાર બાદ મહામહેનતે મુસાફરોને બસની બહાર કાઢવામાં આવ્યા હતા.

ઉપરાંત ઈજાગ્રસ્ત લોકોને 108 મારફતે સાવરકુંડલા અને અમરેલીની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત એટલું જબરદસ્ત થયું હતું કે બસનું ભાંગીને ભુક્કો થઈ ગયો હતો.

અને બસની અંદર ફસાયેલા મુસાફરોને મામી ને બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર 108 ના કર્મચારીઓ દ્વારા બસ ના પતરા તોડીને ઈજાગ્રસ્ત લોકોને અને અન્ય મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*