આજકાલ સોશિયલ મીડિયા પર એવા ઘણા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. અંજારના વોર્ડ નંબર 8 અંજની વિહાર સોસાયટીમાં એક તરફ વહેતા ગટરના પાણી તેમજ વીજ થાંભલા પરના ખુલ્લા વાયરો બાબતે અનેક વખત રજૂઆતો કરાય છતાં તંત્ર જાગ્યું નહીં. સોસાયટીમાં પોતાના બાળક મિત્રો સાથે રમી રહેલા 8 વર્ષીય બાળકનો સ્પર્શ વીજ પોલ સાથેના અર્થિંગમાં થતા વીજ આંચકો આ કુમળા બાળકને ભરખી ગયો હોવાની ઘટના હતી.
જેના કારણે રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, લોકોનો આક્ષેપ છે કે તંત્રની બેદરકારીને કારણે જ આ ફૂલ જેવા હસતા રમતા બાળકનો ભોગ લેવાયો છે. અંજાર શહેરના વોર્ડ નંબર 8 અંજલી બિહાર સોસાયટીના રહેવાસીઓ તેમજ પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા જીતેન્દ્ર ચોટારાએ નારાજગી સાથે જણાવ્યું હતું કે આ સોસાયટીમાં રહેતા આઠ વર્ષીય દર્શન સુરેશભાઈ બાંભણિયા રાત્રે 8:00 વાગ્યા આસપાસ સોસાયટીના બાળકો સાથે રમતગમતમાં મસ્ત હતો.
ત્યારે રમતા રમતા આ નિર્દોષ બાળકનો હાથ પીજીવીસીએલ ના પોલ પાસે અર્થિંગ વાયર ની સાથે સંપર્ક થતા જોરદાર ઝટકો લાગ્યો હતો. બાળક નીચે ફંગોળાઈ ગયો હતો, સોસાયટીના રહેવાસીઓ દ્વારા તેને હોસ્પિટલમાં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો. આ દુઃખદ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા સગા સ્નેહીઓ કલ્પાત સાથે હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.
વાતાવરણ એકદમ ગમગીન થઈ ગયું હતું, થોડા દિવસો પહેલા અખબારી યાદી દ્વારા પીજીવીસીએલ તેમજ અંજાર નગરપાલિકા તંત્રને ચેતવ્યા હતા. દિવાબતી ના સીધા જોડાણને કારણે ગમે ત્યારે ગંભીર અકસ્માત થઈ શકે છે પરંતુ નિર્ભર તંત્ર જાગ્યું નહીં અને આજે એક માસુમ બાળક કે પોતાનો જીવ ગુમાવ્યો. આ ગંભીર અકસ્માત માટે જવાબદારી કોણ લેશે ?
પીજીવીસીએલ કે અંજાર નગરપાલિકા ? દર્શિલ ત્રણ બહેનોને એક જ લાડકવાયો વિરલો હતો, આંખો પરિવાર સ્તબ્ધ અને શોકમગ્ન સ્થિતિમાં મુકાઈ ગયો છે. આવી દુર્ઘટના માંથી સુતેલું તંત્ર જાગશે કે હજી પણ વધુ નિર્દોષોનો ભોગ લેશે તેવા અનેક સવાલો ઋષિઓ સાથે વિપક્ષી નેતાઓએ ઉઠાવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment