દેશભરમાં દિવસેને દિવસે રખડતા કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. અત્યાર સુધીમાં ઘણા માસુમ બાળકો રખડતા કૂતરાઓનો શિકાર બન્યા છે. જેમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક કાળજુ કંપાવી દેનારી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે.
આ ઘટનામાં રસ્તા ઉપર રખડતા કૂતરાઓ એક ચાર વર્ષના બાળક ઉપર તૂટી પડ્યા હતા. કુતરા હોય બાળકના શરીર પર મન ફાવે તેમ બચકા ભર્યા હતા. આ કારણોસર બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો એટલે તેનું કારણ મૃત્યુ થયું છે. ત્યારબાદ રખડતા કુતરાઓ મૃત્યુ પામેલા બાળકને રસ્તા પર પાર્ક કરેલી એક કારની નીચે ઘસડીને લઈ ગયા હતા.
સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના રવિવારના રોજ હૈદરાબાદમાં બની હતી. ઘટનામાં મૃત્યુ પામેલા 4 વર્ષના બાળકનું નામ પ્રદીપ હતું. પ્રદીપ ના પિતા એક કાર સર્વિસ સેન્ટરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. રવિવારના રોજ પ્રદીપના પિતા ગંગાધર નોકરી ઉપર ગયા હતા.
આ દરમિયાન તેઓ પોતાના ચાર વર્ષના દીકરા પ્રદીપને પણ પોતાની સાથે લઈ ગયા હતા. ત્યારે ચાર વર્ષના દીકરાને કેબિનમાં મૂકીને ગંગાધર કામ માટે બહાર ચાલ્યો ગયો હતો. થોડીક વાર પછી પ્રદીપ કેબિનમાંથી બહાર આવીને પાર્કિંગમાં રમવા લાગ્યો હતો. આ દરમિયાન પ્રદીપ પાર્કિંગમાં એકલો રમી રહ્યો હતો. ત્યારે રખડતા કૂતરાના ટોળાએ તેના ઉપર પ્રહાર કર્યા હતા.
સૌપ્રથમ રખડતા કૂતરાના ટોળાએ પ્રદીપને જમીન પર પાડી દીધો હતો. ત્યારબાદ મન ફાવે તેમ પ્રદીપને કુતરાઓએ બચકા ભર્યા હતા. જેના કારણે પ્રદીપ જોરથી રડી રહ્યો હતો. પરંતુ કોઈ પણ તેની મદદ માટે આવી પહોંચ્યું નહીં. ત્યારબાદ કૂતરાનું ટોળું પ્રદીપને રસ્તા ઉપર ઘસડીને એક કારની રીતે લઈ ગયું હતું.
#BreakingNews | Caught on camera | 4-Year-Old Mauled to Death by Street #Dogs in #Hyderabad @swastikadas95 shares details with @toyasingh pic.twitter.com/TSKHUkzdPB
— News18 (@CNNnews18) February 21, 2023
કોઈ પ્રદીપને બચાવવા આવે તે પહેલા તો પહેલા કુતરાઓના બચકાના કારણે પ્રદીપનું મૃત્યુ થઈ ગયું હતું. ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment