દેશમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. આજકાલના યુવાનો અને યુવતીઓ નાની નાની બાબતમાં જીવ ટૂંકાવા જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઝાંસી મેડિકલ કોલેજની નર્સ તેના પિયરમાં પહોંચીને ત્રણ નશાના ઇન્જેક્શન લઈ લીધા હતા.
આ કારણોસર નર્સનું મૃત્યુ નીપજ્યું હતું. આ પગલું ભરતા પહેલા તેને પોતાની માતાને ફોન કર્યો હતો. ફોન કરીને જણાવ્યું હતું કે, હું ટેન્શનમાં છું અને હું હવે જીવવા નથી માંગતી, તેથી હવે હું મરી જવાની છું. ત્યારબાદ માતાએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસ તાત્કાલિક યુવતીના ઘરે પહોંચી અને દરવાજો તોડીને રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે રૂમમાંથી મૃતક હાલતમાં નર્સનું મૃતદેહ મળી આવ્યું હતું.
ત્યારબાદ પોલીસે મૃતદેહની કબજે લઈને મેડિકલ કોલેજના સબ ઘરમાં મોકલી આપ્યું હતું. નર્સ કયા ઇન્જેક્શન નો ઉપયોગ કર્યો હતો હાલમાં તેની તપાસ ચાલી રહી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મૃત્યુ પામેલી નર્સનું નામ કંચન રાજપુત હતું અને તેની ઉંમર 27 વર્ષની હતી. તે ઝાંસી મેડિકલ કોલેજમાં કોન્ટ્રાક્ટ પર સ્ટાફ નર્સ હતી. 26 એપ્રિલ 2021 ના રોજ તેના લગ્ન રાજેશ રાજપૂત સાથે થયા હતા.
તેનો પતિ રેલ્વે વર્કશોપમાં હેલ્પર છે. બંને નગરાની રાજીવ કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. સમગ્ર ઘટનાને લઈને કંચન રાજપૂતના પતિ રાજેશ રાજપૂતે જણાવ્યું કે, તેની પત્ની મંગળવારના રોજ 3:00 વાગ્યાની આસપાસ ડ્યુટી પરથી ઘરે પરત આવી અને કહ્યું કે તેને પિયરમાં જવાનું છે. ત્યારબાદ તે એકલી તેના પિયરમાં ચાલી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર કંચનની માતા ઝાંસી શહેરમાં કોઈ કામ અર્થે બહાર ગઈ હતી. તેથી ઘરે તાળું લાગેલું હતું. પરંતુ ઘરે પહોંચેલી કંચન પાસે ઘરની ચાવી હતી. સાંજે લગભગ સાડા સાત વાગ્યાની આસપાસ પોતાની માતાને ફોન કરીને કહે છે કે, હું ખૂબ જ ટેન્શનમાં છું અને હું મરી જવાની છું. ત્યારબાદ કંચન નો ફોન કપાઈ જાય છે. તેની માતા તેને ફરતી ફોન કરે છે પરંતુ કોઈ ફોન ઉપાડતું નથી.
તેથી તેની માતા ઓટો લઈને ઘરે જવા માટે નીકળે છે અને રસ્તામાં આ ઘટનાની જાણ પોલીસને કરી દે છે. તેથી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘરની અંદરથી પોલીસને કંચનનું મૃતદેહ મળી આવ્યું હતું. કંચનના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment