સુરતના ફેમસ વકીલ મેહુલ બોઘરા રવિવારે ફરી એકવાર ચર્ચામાં આવ્યા હતા ને તેઓ મીડિયા ની સાથે વાતચીતમાં એ પણ જણાવ્યું છે કે પોલીસે મારા પર હુમલો કર્યો છે અને તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા પછી જણાવ્યું હતું કે હું મારા અંગત કામ માટે ઇસ્કોન મોલ જઈ રહ્યો હતો
ત્યારે પર્વત પાટિયા પાસે બીઆરટીએસ માં એક બ્લેક કાચ વાળી ગાડી ઉભી હતી અને તેની પણ નંબર પ્લેટ પર લગાવવામાં આવી ન હતી. આ ગાડી પર પોલીસ લખેલું હતું અને વધુમાં તેઓએ જણાવ્યું કે ગુજરાતના ડીજીપી નો પરિપત્ર છે કે પોલીસે કાળા કાચ વાળી કે
નંબર પ્લેટ વગરની ગાડી રાખવી જોઈએ નહીં અને એક જાગૃત નાગરિક તરીકે કાળમાંથી ઉતરીને ચેક કરવાની કોશિશ કરી હતી કે બ્લેક કાચ વાળી ગાડીમાં છે શું.કહ્યું કે સલામતી ખાતર મેં સોશિયલ મીડિયા પર લાઇવ પણ કર્યું અને વધુમાં એડવોકેટ મેહુલ બોઘરા એ જણાવ્યું કે પછી છ થી સાત જેટલા લોકો આવ્યા અને મારા પર અને ત્યાં ટોળે વળેલા લોકો પર પથ્થર મારો કરવા
View this post on Instagram
લાગ્યા હતા અને આ બાબતે ફરિયાદ કરવા માટે હું પુણા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો તો મને પોલીસે ઇન્વેસ્ટીકેશન રૂમમાં બેસાડી દીધો અને ત્યાં પહેલા કાચવાળા ભાઈએ મને આવીને ચમકાવ્યો હતો કે તારી સર્વિસ કરવી પડશે. ત્યારે આગામી સમયમાં શું થાય તે આપણે જોવાનું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment