સીમા હૈદર અને સચિન મીના બાદ હવે ઉત્તર પ્રદેશમાંથી વધુ એક લવ સ્ટોરી ચર્ચામાં આવી છે. જો મિત્રો પ્રેમ અને દિલ સત્ય હોય તો ભગવાન પણ તમને સાથ આપે છે એ વાત આજે ઈરાનની ફૈઝા અને ઉત્તર પ્રદેશના મુરાબાદ જિલ્લામાં રહેતા દીવાકરની પ્રેમ કહાનીમાં પુરવાર થાય છે.
યુટ્યુબર દિવાકર ની સગાઈ ઈરાનની રહેવાસી ફૈઝા સાથે શુક્રવારના રોજ થઈ હતી અને તેના પિતા 20 દિવસના વિઝા પર ભારત આવ્યા છે અને રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવે છે કે તેને 45 દિવસના વિઝા મળ્યા છે.દીવાકરે જણાવ્યું કે બંને વચ્ચે instagram દ્વારા વાતચિત શરૂ થઈ હતી
અને જુલાઈ 2023 માં તેને મળવા માટે ટુરિસ્ટ વિઝા પર તે ઈરાન ગયો હતો.યુવતી ના પિતા ત્યાં અખરોટની ખેતી કરે છે અને દીવા કરે જણાવ્યું કે શરૂઆતમાં તેના પિતા લગ્ન માટે તૈયાર ન હતા પરંતુ બાદમાં તે રાજી થઈ ગયા અને હવે તે 20 દિવસના વિઝા પર ભારત આવ્યા છે
અને આ સમયે કાનૂની પ્રક્રિયા પણ પૂરી કરશે અને સાથે સાથે ફેઝાના પિતા અયોધ્યા આગ્રાને ઉત્તરાખંડ પણ જશે.દીવાકરે કહ્યું કે તેમના ઘરમાં ધર્મને લઈને કોઈ પ્રતિબંધ નથી. તેના ધર્મના રિવાજો અને પરંપરાઓ અનુસાર જેવું યોગ્ય છે તો જીવી શકે છે
અને હવે તે થોડીક ફારસી પણ બોલી શકે છે. ફૈઝા અને તેના પિતા આગ્રામાં તાજમહેલ જોવા માંગે છે અને આ પછી તે ભગવાન રામના દર્શન કરવા માટે અયોધ્યા જવા માંગે છે કારણ કે આખી દુનિયામાં તેની ખૂબ ચર્ચા છે અને તે ભારતીય સંસ્કૃતિને સારી રીતે સમજવા માંગે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment