પાટડી તાલુકાના વડગામ ખાતે બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક જ પરિવારના બે સભ્યોના એક સાથે મૃત્યુ થતા પરિવાર ઉપર દુઃખનો પહાડી તૂટી પડ્યો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે પરિવારના દેરાણી અને જેઠાણીનું એક સાથે મૃત્યુ નીપજ્યું છે. જેમાં 85 વર્ષના દેરાણી લક્ષ્મીબેન મનુભાઈ ખેરનું રાત્રે 8 વાગ્યાની આસપાસ મૃત્યુ થયું હતું.
જ્યારે 90 વર્ષના જેઠાણી લક્ષ્મીબેન નરસંગભાઈ ખેરનું રાત્રે 11 વાગ્યાની આસપાસ મૃત્યુ થયું હતું. દેરાણી અને જેઠાણી બંનેનું નામ લક્ષ્મીબેન હતું. પહેલા દેરાણી અને પછી જેઠાણીનું મૃત્યુ થતાં જ પરિવાર અને ગામમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું.
શુક્રવારના રોજ સવારે એટલે કે આજરોજ વડગામ ખાતે દેરાણી અને જેઠાણીની બંનેની એક સાથે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. અંતિમયાત્રામાં આખું ગામ જોડાવ્યું હતું અને આ દરમિયાન પરિવારજનોમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. ગુરૂવારના રોજ વડગામના ખેર પરિવારમાં આ દુઃખદ ઘટના બની હતી.
દેરાણી અને જેઠાણીના એક સાથે કુદરતી મોત થયા હતા. બંનેની ગીતાને અગ્નિસંસ્કાર પણ એમના બંને દીકરાઓએ જ કર્યા હતા. ગુરૂવારના રોજ નનુભાઈ મનુભાઈ ખેરના માતા લક્ષ્મીબેન મનુબેન ખેર અને તેમના જેઠાણી લક્ષ્મીબેન નરસંગભાઈ ખેર બંને દેરાણી-જેઠાણીને પરિવારજનો દ્વારા ભારે હૈયે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.
બંને દેરાણી જેઠાણીની અંતિમયાત્રામાં આખું ગામ જોડાવ્યું હતું. જ્યારે અંતિમ યાત્રા કાઢવામાં આવી ત્યારે અંતિમયાત્રામાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. એક જ દિવસે પરિવારના બે સભ્યોના મોત થતા પરિવારના લોકોને સંબંધીઓએ હૈયાફાટ રુદન કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment