હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક બાપએ પોતાના દીકરાની નજર સામે કંઈક એવું કર્યું કે સાંભળીને તમે પણ હચમચી જશો. આ ઘટનામાં એક પિતાએ પોતાના 4 વર્ષના માસુમ દીકરાની નજર સામે માતાનો જીવ લઈ લીધો અને ત્યારબાદ પિતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું.
4 વર્ષના માસુમ બાળકને હજુ ખબર નથી કે તે અનાજ થઈ ગયો છે. બાળક પોતાની દાદી ને પૂછે છે કે તેની માતા અને પિતા ક્યાં છે? મારે તેની પાસે જવું છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ગુસ્સાના કારણે એક હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે. આ ઘટના શનિવારના રોજ સવારે 9:00 વાગ્યાની આસપાસ બની હતી. મોરેનાના ગંગાપુર ભટારી ગામની રહેવાસી કાન્તા નામની મહિલા પોતાના પિયરમાં જવાની તૈયારી કરી રહી હતી.
કારણકે આઠ ડિસેમ્બર ના રોજ કાન્તાની નાની બહેન અનિતાના લગ્ન છે. લગ્નમાં જવા માટે પતિ કલ્લુ અને પુત્ર શિવમ પણ તૈયાર થઈ ગયા હતા. કાન્તા લગ્નમાં જવા માટે થેલા ભરી રહી હતી. આ દરમિયાન કલ્લુ પોતાની પત્નીને ભોજન બનાવવાનું કહે છે. ત્યારે કાન્તાએ કલ્લુને જવાબ આપ્યો હતો કે રસોઈ કરવાનો સમય નથી. સાવ નાની એવી બાબતમાં બંને વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થઈ ગયો હતો.
ઝઘડો એટલો વધી ગયો કે ગુસ્સે ભરાયેલા કલ્લુએ પોતાની પત્નીને એક થપ્પડ લગાવી દીધી હતી. ત્યારબાદ તેની જોરદાર ધુલાઈ કરી હતી. જેના કારણે કાન્તાનું કરુણ મોત થયું હતું. કલ્લુ ન ખબર પડી કે તેની પત્ની હવે દુનિયામાં નથી રહે એટલે તે ખૂબ જ નર્વસ થઈ ગયું હતું. ત્યારબાદ કલ્લુએ વાયરથી ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જેના કારણે કલ્લુનું પણ કરુણ મોત થયું હતું.
માતા પિતાને જોઈને ચાર વર્ષનો માસુમ દીકરો શિવમ રડવા લાગ્યો હતો. શિવમનો રડવાનો અવાજ સાંભળીને પડોશના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ ઘટનાના સમાચાર મળતા જ કલ્લુના પિતા પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ ઘટના બનતા જ ચારેબાજુ માતમ છવાઈ ગયો હતો.
ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. ગુસ્સાના કારણે આજે એક હસતો ખેલતો પરિવાર વિકરાઈ ગયો છે અને એક માસુમ બાળક અનાથ બની ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment