આજકાલ જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસે અને દિવસે ખૂબ જ વધી જાય છે. ત્યારે ગીર સોમનાથ (વેરાવળ)માં બે બાળકોની માતાએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર મહિલાએ પોતાના પતિના ત્રાસથી કંટાળીને ઉંદર મારવાની ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું.
આ સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલી મહિલાના જૂનાગઢમાં રહેતા ભાઈએ તેના બનેવી સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર વેરાવળમાં ગાંઠિયાની લારી ચલાવતા જીતેન્દ્ર લક્ષ્મીદાસ ગઢીયાના 25 વર્ષ પહેલા જૂનાગઢમાં રહેતી પારુલ બેન નામની મહિલા સાથે થયા હતા. તેમને લગ્ન જીવનમાં એક 15 વર્ષની દીકરી અને 22 વર્ષનો દીકરો છે.
મળતી માહિતી અનુસાર પાંચ ઓગસ્ટના રોજ બપોરે પારુલ બેને પોતાના પતિના ત્રાસથી કંટાળીને ઘરમાં રહેલી ઉંદર મારવાની દવા પી લીધી હતી. ત્યારબાદ મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા પારુલબેન ના ભાઈ બહેનો સહિત પરિવારના લોકો જૂનાગઢથી વેરાવળ દોડી આવ્યા હતા.
સમગ્ર ઘટનાને લઈને પારુલ બેનના ભાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં પારુલ બેનના ભાઈએ જણાવ્યું હતું કે, મારી બહેન પારુલના પતિ જીતેન્દ્રને બીજી સ્ત્રી સાથે સંબંધ હતા. જેને લઈને તે મારી બહેનને ખોટી રીતે હેરાન કરતો હતો, તેને મારી બહેનનું જીવવાનું હરામ કરી નાખ્યું હતું.
મારી બહેન અગાઉ રિસામણે આવી ગઈ હતી ત્યારે પરિવારના લોકોએ તેને સમજાવીને પાછી મોકલી હતી. લગભગ એક મહિના પહેલા પારુલ જ્યારે રિસામણે આવી હતી ત્યારે કહેતી હતી કે, તેનો પતિ તેને ખૂબ જ હેરાન કરે છે. મારા બહેનનો પતિ જીતેન્દ્ર મારી બહેનને કહેતો હતો કે, તેને બીજી સ્ત્રી સાથે સંબંધ છે તારે રહેવું હોય તો રે તેમ કહીને હેરાન કરતો હતો.
ત્યાર પછી 10 એક દિવસ બાદ પારુલને તેડવા માટે જીતેન્દ્ર આવ્યો હતો ત્યારે કહેતો હતો કે, પારુલને ફોન નહીં રાખવાનો, બહાર અને હવેલી એ નહીં જવાનું અને પડોશીમાં કોઈની સાથે વાત નહીં કરવાની. હું બહાર સંબંધ રાખીશ તારે પોસાય તો આવ. જેથી ત્યારે તેને પારુલને હેરાન ન કરવા સમજાવી સાથે મોકલી હતી. ત્યારબાદ 5 ઓગસ્ટ ના રોજ પારુલના પરિવારજનોને જાણ થઈ હતી કે પારુલે ઝેરી દવા પી લીધી છે.
જેના કારણે પરિવારના લોકો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાત્રે પારુલનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. પરિવારના લોકો જ્યારે હોસ્પિટલમાં પારુલની સારવાર ચાલી રહી હતી ત્યારે તેમને મળ્યા ત્યારે તેને કહ્યું હતું કે, તેના પતિએ તેને ખોટી રીતે હેરાન કરીને તેના જીવવાનું હરામ કરી નાખ્યું છે. જેનાથી કંટાળીને મેં આ પગલું ભર્યું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે જીતેન્દ્રની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment