હાલમાં બાબા અમરનાથની યાત્રા ચાલુ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ગુજરાતીઓ અમરનાથની યાત્રા ઉપર ગયા છે. ત્યારે તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે. જેમાં અમરનાથની યાત્રા પર ગુજરાતીઓનું મોત થતું હોય છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક એવી જ ઘટના સામે આવી રહી છે.
આ ઘટનામાં ભાવનગરથી અમરનાથની યાત્રા પર ગયેલી એક મહિલાનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર મહિલા અમરનાથની ગુફામાં બાબા અમરનાથના દર્શન કર્યા બાદ બહાર નીકળી હતી. ત્યારે અચાનક મહિલાને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત થઈ ગયું હતું.
મૃત્યુ પામેલી મહિલાનું નામ શિલ્પાબેન નરેશભાઈ ડાખરા હતુ અને તેમની ઉંમર 44 વર્ષની હતી. શિલ્પાબેન પોતાના સંબંધીઓ તેમજ ફઈબા સાથે આશરે 11 દિવસ પહેલા ભાવનગરથી અમરનાથની યાત્રા કરવા માટે ગયા હતા. જ્યારે શિલ્પાબેન તેમના પરિવારમાંથી એક જ અમરનાથની યાત્રા ઉપર ગયા હતા.
બે દિવસ પહેલા વાતાવરણ ખરાબ હોવાના કારણે યાત્રા બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે યાત્રા ફરીથી શરૂ થાય એટલે કે 11 તારીખના રોજ શિલ્પાબેન રાત્રે 8:00 વાગ્યાની આસપાસ બાબા અમરનાથના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. દર્શન કરીને ગુફામાંથી બહાર નીકળ્યા બાદ શિલ્પાબેનને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત થઈ ગયું હતું.
શિલ્પાબેન ના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ બેનનું મોત થતા જ ત્યાં હાજર અન્ય શ્રદ્ધાળુઓમાં પણ માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે શિલ્પાબેનનું મૃતદેહ પોતાના વતન ભાવનગર પ્લેન મારફતે લાવવામાં આવશે. શિલ્પાબેનનું મોત થતા જ 21 વર્ષના દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment