થરાદમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. થરાદ માંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં બુધવારના રોજ સાંજે માતાએ પોતાની દીકરી સાથે મૃત્યુની છલાંગ લગાવી છે. આ ઘટના બનતા ચારેબાજુ અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ઉપરાંત ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ 15 કલાકની શોધખોળ બાદ શહેરમાંથી ગુરૂવારના રોજ સવારે દીકરીનું મૃતદેહ મળી આવ્યું છે. હજુ પણ માતાના મૃતદેહની શોધખોળ ચાલુ છે. મળતી માહિતી અનુસાર થરાદ માંથી પસાર થતી નર્મદાની નહેરમાં બુધવારના રોજ સાંજના 6 વાગ્યાની આસપાસ ચુડમેર ગામની સીમમાં એક મહિલા પોતાની દીકરી સાથે કેનાલમાં કૂદી ગઈ હતી.
આ બનાવ રાહદારીઓએ જોઈ લીધો હતો તેથી તેઓએ બૂમાબૂમ કરી હતી. આ ઉપરાંત આ ઘટનાની જાણ આસપાસના અન્ય ખેડૂતોને પણ કરી હતી. ઘટનાની જાણ થતા ખેડૂતો તાબડતોડ નહેર પાસે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ નહેરમાં દોરડું નાખીને મહિલા અને બાળકીને બચાવવાની કોશિશ કરી હતી.
પરંતુ મહિલાએ દોરડું પકડ્યું જ નહીં. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમે અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટીમે મોડી સાંજ સુધી શહેરમાં માતા અને દીકરીની શોધખોળ કરી, પરંતુ કશું પત્તો લાગ્યો નહીં.
ત્યારે ગુરૂવારના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ જમડા ગામની સીમમાંથી દીકરીનું મૃતદેહ તરતો જોવા મળ્યું હતું. આ ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને દીકરીના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી હતી.
હજુ પણ મહિલાની શોધખોળ ચાલુ છે. પોલીસને મહિલાનો મોબાઇલ અને ઓઢણી પણ મળી આવી છે. પોલીસે મહિલાના મોબાઈલના છેલ્લા ત્રણ નંબર પર કોલ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ કોલ રિસીવ કર્યો ન હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment