સુરતમાં પ્રેમલગ્ન બાદ પતિએ બાળકોની નજર સામે પત્નીનો જીવ લઈ લીધો હતો, આરોપી પતિ ઝડપાયો – જાણો સમગ્ર ઘટના

Published on: 2:45 pm, Fri, 13 May 22

સુરત શહેરમાં કતારગામ વિસ્તારમાં 23 ફેબ્રુઆરીના રોજ એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં પ્રેમ લગ્ન બાદ સાત વર્ષથી અલગ અલગ રહેતી પત્નીનો બાળકો સામે જ પતિએ જીવ લઇ લીધો હતો. ત્યારે પોલીસે આરોપી પતિને ઝડપી પાડયો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, પત્નીના ચારિત્ર્ય અંગે શંકા રાખીને પતિ દ્વારા પત્નીનો જીવ લઈ લેવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર છૂટાછેડા અને પુત્રની સાથે રાખવાની બાબતે માથાકૂટમાં સુરતના કતારગામ વિસ્તારમાં પતિએ પત્નીનો જીવ લઇ લીધો હતો. મળતી માહિતી અનુસાર સુરત કતારગામ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે આરોપી પતિની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર આરોપી પતિ બિહારમાં નશાના ગુનામાં પકડાયો હતો.

આરોપીએ પોતાની પત્નીનો જીવ લીધો છે તેની પણ તેણે કબૂલાત કરી હતી. મળતી માહિતી અનુસાર અખિલેશ કુમાર અને ટીનાબેને 16 વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. છેલ્લા સાત વર્ષથી ટીનાબેન પોતાના પતિ અખિલેશ કુમારથી અલગ રહેતી હતી. અલગ રહેતા હતા છતાં પણ ટીનાબેન અને અખિલેશ વચ્ચે છુટાછેડા અને પુત્રને સાથે રાખવાની બાબતે માથાકૂટ થતી હતી.

ત્યારે 23 ફેબ્રુઆરીના રોજ અખિલેશે પોતાની પત્ની ટીનનો જીવ લઇ લીધો હતો અને તે ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઇને સુરત કતારગામ પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. 23 ફેબ્રુઆરી ના રોજ જ્યારે આ ઘટના બની ત્યારે ટીનાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 21 દિવસની સારવાર બાદ ટીના બેન નું કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર કતારગામ પોલીસ આરોપીને શોધવા માટે બિહાર ગઈ હતી. ત્યારે બિહારના સ્થાનિક પોલીસે આરોપી અખિલેશની નશાના ગુનામાં ધરપકડ કરી હતી.

ત્યારબાદ સુરત કતારગામ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે આરોપી અખિલેશની ધરપકડ કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં પ્રેમલગ્ન બાદ પતિએ બાળકોની નજર સામે પત્નીનો જીવ લઈ લીધો હતો, આરોપી પતિ ઝડપાયો – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*