સોશિયલ મીડિયા પર આપણે દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હોઈએ છીએ. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ક્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક નિર્દય માતાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટનામાં એક માતા પોતાના બાળક સાથે કંઈક એવું કરે છે કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. આ વીડિયોમાં એક માતા પોતાના સગા બાળકનો જીવ જોખમમાં મુક્તિ જોવા મળી રહે છે. બીજા ફ્લેટની બાલકની માં પડેલું કપડું લેવા માટે માતા પોતાના દીકરાને 10 માં માળે લટકાવે છે.
જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને ભલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે. મળતી માહિતી અનુસાર વાયરલ થઈ રહેલો વિડિયો ફરીદાબાદનો છે. આ ઘટના અહીં સેક્ટર 82ની ફલોરીડા સોસાયટીમાં બની હતી. અહીં એક મહિલા પોતાના પરિવાર સાથે દેશમાં મળે રહે છે.
તેને બાલ્કનીમાં કપડાં સૂકવવા માટે મૂક્યા હતા. ત્યારે એક કપડું ઊડીને નીચેની બાલ્કનીમાં પડી જાય છે. નીચેનો ફ્લેટ બંધ હતો તેથી તે પોતાના દસ વર્ષના દીકરાને બોલાવે છે અને તેને નીચેના ફ્લેટમાંથી કપડું લેવા માટે સાડી સાથે બાંધીને દસમા માળે લટકાવે છે. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, માતા પોતાના બાળકને સાડી વડે બાંધીને નીચેની બાલ્કની માં મોકલે છે. ત્યારબાદ બાળક વાદળી કલરનું કાપડ ઉપાડે છે અને ઉપરની બાલકનીમાં હાજર બાળકની માતા અને અન્ય લોકો બાળકને ત્યારબાદ ઉપર ખેંચે છે. વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર @jr_sonusharma નામના વ્યક્તિએ પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે.
#फरीदाबाद– एक कपड़े के लिए मां ने बच्चे की जिंदगी लगा दी दांव पर
मां ने बेटे को साड़ी से बांधकर 10वें फ्लोर से लटकाया
कपड़े लाने के लिए बच्चे को नीचे उतारा
महिला ने कहा- मुझे अपनी गलती पर पछतावा है #Faridabad #Viral #ViralVideo #VideoViral #Video #Haryana @DC_Faridabad pic.twitter.com/b9qWP7VXwE
— Sonu Sharma (Journalist) (@jr_sonusharma) February 11, 2022
મળતી માહિતી અનુસાર આ ઘટના ઘણા સમય પહેલાની છે. પરંતુ આ ઘટના વિશે અમે આજે તમને ફરી એક વખત જણાવી રહ્યા છીએ. ઘટનાનો વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના 7 ફેબ્રુઆરીના રોજ બની હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment