માતાએ પોતાની 10 વર્ષની દીકરી સાથે ગંગા કેનાલમાં કૂદીને સુસાઈડ કર્યું… માં-દીકરીનું એક સાથે રીબાઈ રિબાઈને મોત…

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો 32 વર્ષની યોગીતા નામની મહિલા માનસિક રીતે બીમાર હતી. છેલ્લા દસ વર્ષથી યોગીતાની સારવાર ચાલી રહી હતી. યોગીતાને સંતાનમાં બે બાળકો છે. જેમાં એક 11 વર્ષનો દીકરો છે અને એક 10 વર્ષની દીકરી છે. યોગીતા અમુક વખતે સારી થઈ જતી હતી અથવા તો અમુક વખત તે માનસિક રીતે અસ્થિર થઈ જતી હતી.

યોગીતા ને એવું લાગતું હતું કે તેનું સ્વાસ્થ્ય ક્યારેય સારું નહીં થાય. ત્યારે ગઈકાલે લગભગ 9.45 વાગ્યાની આસપાસ મહિલાનો મજૂરી કરવા માટે ઘરની બહાર ગયો હતો. ત્યારે યોગીતા એ પોતાના દીકરાને કહ્યું હતું કે, તે બહેનને લઈને પાકમાં જઇ રહી છે. પછી યોગીતા 10:00 વાગ્યાની આસપાસ પોતાની 10 વર્ષની દીકરી સાથે ઘરની બહાર નીકળી ગઈ હતી.

11 વાગી ગયા છતાં પણ યોગીતા પોતાની દીકરી સાથે ઘરે પાછી આવીને. ત્યાર પછી સંબંધીઓએ યોગીતાના પતિને ફોન કરીને જણાવ્યું હતું કે યોગીતા ઘરે નથી. તે પાકમાં જવાનું કહીને ઘરેથી નીકળી હતી, હજુ ઘરે પાછી આવી નથી.

આ વાતની જાણ યોગીતાનો પતિ તાત્કાલિક ઘરે આવ્યો હતો અને પછી પોતાની પત્ની અને દીકરીની શોધખોળ શરૂ કરી દીધી હતી. ત્યારે પડોશીનો ફોન આવ્યો કે ગંગા કેનાલમાં બે મૃતદેહ પડેલા જોયા છે. એટલે પરિવારના સભ્યો તાત્કાલિક ગંગા કેનાલ પાસે પહોંચ્યા હતા. પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાંથી બંને મૃતને બહાર કાઢવામાં આવ્યા હતા.

પછી પરિવારના સભ્યોએ જોયું ત્યારે તે મૃતદેહ યોગીતા અને તેની દસ વર્ષની દીકરીનું હતું. બંનેના મૃતદેહ જોઈને પરિવારના સભ્યો રડી પડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે માનસિક બીમારીના કારણે યોગીતાએ આ પગલું ભર્યું છે. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*