હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક માતાએ પોતાના 7 વર્ષના દીકરાનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર માતાએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના દીકરાનો જીવ લીધો હતો. આરોપી મહિલાનું નામ કવિતા છે અને તેના પ્રેમી નું નામ ડોક્ટર સુરેશ છે. કવિતાએ પોતાના પ્રેમી સુરેશની સલાહ પર પોતાના દીકરાને ઊંધી દવાના ડબલ ડોઝ આપ્યા હતા. ત્યારબાદ મોઢું દબાવીને પોતાના દીકરાનો જીવ લઇ લીધો હતો. આ સાચો બચાવી દેનારી ઘટના હરિયાણાના ફતેહાબાદના ચૌબારા ગામમાંથી સામે આવી છે.
મૃત્યુ પામેલા 7 વર્ષના બાળકનું નામ હાર્દિક હતું. તેનો જીવ લેવાનું કારણ જાણીને તમે પણ હચમચી જશો. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે થોડાક સમય માટે પરિવારજનોનું ધ્યાન ભટકાવવા માટે, માતા પોતાના દીકરાની બીમાર કરવા માગતી હતી, પરંતુ બાળકનું મૃત્યુ થઈ ગયું હતું. એટલું જ નહીં પરંતુ મહિલા અને તેના પ્રેમી મહિલાના સૈનિક પતિનો જીવ લેવાનો પણ પ્લાન બનાવ્યો હતો.
વિગતવાર વાત કરીએ તો ત્રણ જાન્યુઆરીના રોજ માત્ર સાત વર્ષના હાર્દિકનું શંકાસ્પદ રીતે મોત થયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે આકસ્મિક કાર્યવાહી કરી હતી. પરંતુ મૃત્યુ પામેલા બાળકના પિતાને પોતાની પત્ની અને ગામમાં રહેતા ડૉક્ટર ઉપર શંકા હતી. આ દરમિયાન 13 જાન્યુઆરીના રોજ જ્યારે મૃત્યુ પામેલા બાળકના પિતા સુતા હતા ત્યારે અચાનક જ તેમના પલંગ ઉપર આગ લાગી હતી. ત્યારબાદ પતિએ પોતાની પત્ની કવિતા ઉપર જીવ લેવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવતો કેસ દાખલ પોલીસ સ્ટેશનમાં કર્યો હતો.
ત્યારબાદ પોલીસે બંને કેસને લઈને તપાસ શરૂ કરી ત્યારે પૂજ પર જ દરમિયાન મોટો ખુલાસો થયો હતો. આ દરમિયાન કવિતા અને ડોક્ટર સુરેશના પ્રેમ પ્રકરણની વાત સામે આવી હતી. મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટના બની તે પહેલા પતિને પોતાની પત્નીના ચારિત્ર ઉપર શંકા ગઈ હતી. તેથી તેને પોતાની પત્નીને કહ્યું હતું કે હું તારી કોલ ડીટેલ ચેક કરાવીશ. જ્યારે મહિલાએ આ વાત પોતાના પ્રેમી સુરેશને કરી ત્યારે તેને કહ્યું હતું કે, કોલ વિગત ક્લિયર કરવા માટે સીમ પોર્ટ કરાવશે.
ત્યારબાદ બંને પ્લાન બનાવજો કે સીમ પોર્ટ કરાવવા માટે થોડાક દિવસો માટે પરિવારજનોનું ધ્યાન ભટકાવવું પડશે. પછી પરિવારજનોનું ધ્યાન ભટકાવવા માટે બાળકને બીમાર કરવાનો પ્લાન બનાવ્યો હતો. પરિવારના લોકો થોડાક દિવસો સુધી બાળકની ચિંતામાં રહેશે ત્યારે તેઓ પોતાના સીમને પોર્ટ કરાવશે.
ત્યાર પછી ડોક્ટરે પોતાની પ્રેમિકાને બાળકને ઊંઘની બે ગોળીઓ આપવાનું કહ્યું હતું જેનાથી બાળક બીમાર થઈ જાય. મહિલાએ રાત્રિના સમયે પોતાના બાળકોને ગોળી આપી હતી, પરંતુ બાળકને કઈ થયું નહીં. જેથી ડોક્ટરે મહિલાને ફોન કરીને કહ્યું કે તેનું મોઢું દબાવી રાખે. આ દરમિયાન બાળકનું મોત થઈ ગયું હતું.
દીકરાના મૃત્યુના સમાચાર મળતા જ પિતા નાશિક થી ઘરે આવ્યા હતા. આ દરમિયાન 13 જાન્યુઆરીના રોજ જ્યારે પિતા પલંગ પર સુઈ રહ્યા હતા ત્યારે અચાનક જ પલંગ ઉપર આગ લાગી ઉઠી હતી. પછી પતિએ પોતાની પત્ની ઉપર શંકા ના આધારે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. આ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી ડોક્ટર અને મહિલા મળીને બાળકનો જીવ લીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment