વલસાડમાં મોબાઈલની દુકાનના માલિકે દિવાળીના સમય અનોખી સ્કીમ બહાર પાડી, ફક્ત 1 રૂપિયામાં મોબાઈલ ફોન મળશે પરંતુ દરેક લોકોને આ વસ્તુ કરવી પડશે…

હાલમાં મોબાઈલ અને કોમ્પ્યુટરનો સમય આવી ગયો છે. નાના બાળકોથી લઈને મોટા વડીલ પણ મોબાઈલ અને કોમ્પ્યુટર નો ઉપયોગ કરતા નજરે પડે છે. આજકાલના યુવાનો અને યુવતીઓ મોટેભાગનો સમય મોબાઇલ અને કોમ્પ્યુટરની પાછળ જ પસાર કરતા હોય છે. આટલા જ માટે પહેલાની જેમ પરિવાર હવે સાથે નથી રહેતા.

એક જ રૂમમાં આંખો પરિવાર બેઠો હોય છતાં પણ બધા પોતપોતાના મોબાઇલમાં વ્યસ્ત રહે છે. મોબાઈલના ચક્કરમાં પરિવારના સભ્યોને પણ એકબીજાની સાથે વાતચીત કરવાનો સમય હવે નથી રહ્યો. મોબાઈલ ના કારણે તો તમે ઘણા બધા ઝઘડાઓ પણ થતા જોયા હશે. મોબાઈલ ના કારણે ઘણા બધા પરિવાર વિખુટા પડી ગયા હોય એવું લાગી રહ્યું છે.

ત્યારે આજે એક દુકાનના માલિક વિખુટા પડેલા પરિવારનું પાછું મિલન કરાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. મિત્રો તમને બધાને ખબર હશે કે હવે દિવાળીનો તહેવાર આવવાના થોડાક દિવસો જ બાકી છે. દિવાળીના તહેવાર પર પોતાની દુકાન નો માલ વેચવા માટે દુકાનદારો નતનવી અને અલગ-અલગ પ્રકારની સ્કીમો અને જુગાડ કરતા હોય છે.

મિત્રો મોટેભાગના લોકો દિવાળીના તહેવારમાં નવી નવી ઈલેક્ટ્રીક વસ્તુ, કપડા અને અન્ય વસ્તુઓ લેતા હોય છે. એવામાં વલસાડના સંજય મોબાઈલ નામની દુકાનના માલિક સંજયભાઈ એક એવી સ્કીમ રાખી છે. જે સાંભળીને તમને પણ નવાઈ લાગશે. દરેક પરિવાર માટે ખૂબ જ સારી છે.

આ સ્કીમમાં જો તેમની દુકાનમાં કોઈ પરિવારના દાદા અને પૌત્રી, ભાઈ અને બહેન, સાળા અને જીજા, બહેન અને બહેન, કાકા અને ભત્રીજો આવી જ રીતે બધા સંબંધો સાથે આવે તો તેમને એક મોબાઇલ અને બ્લુટુથ જેવી ગિફ્ટ આપવામાં આવશે. દુકાનમાં ભાઈ અને બહેન, ભાઈ અને ભાઈ અથવા તો બંને બહેનો મોબાઇલ લેવા જશે.

તો 2100 રૂપિયાના બ્લુટુથ 0.50 પૈસામાં આપવામાં આવશે. જો દુકાનમાં મોબાઈલ લેવા સાસુ વહુ સાથે જશે તો દસ હજાર રૂપિયાનો મોબાઇલ 1.25 રૂપિયામાં આપવામાં આવશે. જો દુકાનમાં મોબાઇલ લેવા કાકો અને ભત્રીજો સાથે આવશે તો 11900 રૂપિયાનું સાઉન્ડ બાર 0.25 રૂપિયામાં આપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*