મિત્રો દરરોજ દેશના અલગ અલગ ખૂણામાં ઘણા અવારનવાર બનાવો બનતા હોય છે. ત્યારે શનિવારના રોજ રાત્રે એક 31 વર્ષીય મહિલાનું મૃતદેહ ફ્લેટમાં લટકતી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના અલવર જિલ્લાની શાલીમાર સોસાયટીમાં બની હતી.
મહિલાના મૃત્યુ બાદ પિયર પક્ષ દ્વારા મહિલાના પતિ, સાસુ, જેઠ અને જેઠાણી પર તેનો જીવ લીધા બાદ તેના મૃતદેહને લટકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પિયર પક્ષના લોકોએ જણાવ્યું કે, 4 વર્ષ પહેલા તેમની દીકરી હરપ્રીતે જીતેન્દ્ર વ્યાસ નામના યુવક સાથે લવ મેરેજ કર્યા હતા. આ લગ્ન બંનેના પરિવારની હાજરીમાં કરવામાં આવ્યા હતા.
દહેજમાં જીતેન્દ્ર વ્યાસના પરિવારના લોકોએ કારની માંગણી કરી હતી. લગ્નવાદ જીતેન્દ્રના પરિવારના લોકો હરપ્રીત પાસે કાર માગતા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને ત્યારબાદ મૃત્યુ પામેલી મહિલાના સંબંધીઓના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
હરપ્રીત અને જીતેન્દ્ર ના લગ્ન જીવનમાં કોઈ સંતાન ન હતું. હરપ્રીત MIAમાં કામ કરતી હતી. તેનો પતિ જીતેન્દ્ર વ્યાસ ઈ-મિત્ર ઓપરેટર છે. હરપ્રીતના ભાઈએ જણાવ્યું કે બહેનના લગ્ન થયા ત્યારે તેને અમે તમામ કરિયાવર નો સામાન અને અન્ય ચીજ વસ્તુઓ આપી હતી. પરંતુ બહેનના લગ્નના થોડાક મહિના બાદ તેના પતિ, સાસુ, જેઠ અને જેઠાણીએ કાર લાવવા માટે હરપ્રીતને દબાણ આપ્યું હતું.
ધીમે ધીમે તે લોકો હરપ્રીતને માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. આ વખતે બેસીને રક્ષાબંધનના દિવસે ખૂબ જ પરેશાન દેખાતી હતી. હરપ્રીતે પોતાની પરેશાની વિશે પોતાના ભાઈને જણાવ્યું હતું. ત્યારબાદ તે પાછી પોતાના ઘરે ચાલી ગઈ હતી.
ત્યારે શનિવારના રોજ રાત્રે હરપ્રીતનું મૃતદેહ તેના ફ્લેટમાંથી લટકતી હાલતમાં મળી આવ્યું હતું. સાસરિયાઓનું કેવું છે કે હરપ્રીતે જાતે જ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પરંતુ પિયર પક્ષના લોકોનું કહેવું છે કે સાસરિયાઓએ દીકરીનો જીવ લઈ લીધો અને ત્યારબાદ તેને લટકાવી દીધી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment