આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા અકસ્માતો સામે આવી રહ્યા છે, આજકાલ પશુઓ ઉશ્કેરાઈને હુમલો કરતા હોય એવી ઘટનાઓ સામે આવતી હોય છે. કોઈ કારણોસર કે પછી રસ્તે રખડતા અને ભૂખ તરસથી તડપતા હોવાથી એકદમ ઉશ્કેરાઈને લોકો પર હુમલો કરે છે. એવો જ એક કિસ્સો ગીર સોમનાથ જિલ્લામાં બનવા પામ્યો છે, જ્યાં એક ગાય યુવક પર સતત 43 સેકન્ડ સુધી શિંગડા વડે હુમલો કરે છે.
આસપાસના લોકો યુવકને બચાવવાની કોશિશ તો કરે છે પરંતુ ગાય એક સેકન્ડ પણ નથી થોભતી અને યુવકને જમીન ઉપર રગદોળી નાખે છે. જોકે લોકોએ ધોકા અને પાણીનો માર ચલાવી ગાયને ત્યાંથી ભગાડી હતી. ત્યારબાદ તાત્કાલિક યુવકને સુત્રાપાડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જયા તેને તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, આ સમગ્ર ઘટના નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શહેરના ઘનેશ્વર વિસ્તારમાં પશુઓ કેટલીક હદે ક્રૂર અને હિંસક બની શકે તેના જીવંત દ્રશ્યો સામે આવ્યા છે.
જેમાં અચાનક ઉશ્કેરાઈ ગયેલી ગાયે એક વ્યક્તિને ખૂબ જ નિર્દયતા પૂર્વક વારંવાર હુમલો કરીને તેને મરણ તુલ્ય ઈજાઓ પહોંચાડી હતી. ગાય ખૂબ જ નિર્દયતા પૂર્વક યુવાન પર હુમલો કરી રહી હોય તેવા દ્રશ્યો જોઈને સૌ કોઈના રુવાડા ઊભા થઈ ગયા.
સ્થાનિકોએ યુવકને બચાવવા અથાગ પ્રયાસો કર્યા હતા, પરંતુ ગાય સતત હુમલો કરતી રહી. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. સુત્રાપાડા શહેરમાં ક્રૂર અને હિંસક બનેલી ગાય પપ્પુ મંગાભાઈ ચાવડા નામના માનસિક અસ્થિર યુવકને મારવા જતી હતી. ત્યારે અજય ભીખાભાઈ વાજા નામનો યુવક વચ્ચે પડી ગાયને ભગાડવા જતા ગાયે તેના પર હુમલો કરી દીધો હતો.
માનસિક અસ્થિર યુવકને બચાવવા જતા વ્યક્તિને ગાયે ખુંદી નાખ્યો, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને કાળજુ કંપી ઉઠશે… pic.twitter.com/Kk85suhpIb
— GUJJU ROCKZ (@gujju_rockz) July 14, 2023
આ યુવાનને હાથ પગ તેમજ શરીરે છોલાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. આસપાસના લોકોએ યુવકને લોહી લુહાણ હાલતમાં સુત્રાપાડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે આ ઘટના બનતા સમગ્ર વિસ્તારના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment