ગુજરાતમાં સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે નડિયાદમાં એક 42 વર્ષના વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ વ્યક્તિએ 3 પેજની સુસાઇડ નોટ લખીને ઘરમાં પંખા સાથે પ્લાસ્ટિકની દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના નડિયાદમાં સંતરામ રોડ પર આવેલા વર્ગો કોમ્પ્લેક્સ પાસેના શામેલ સ્ટ્રીટમાં બની હતી. અહીં રહેતા 42 વર્ષના આનંદકુમાર હનોખભાઈ કારભારીએ પોતાના ઘરમાં પંખા સાથે લટકીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
આજરોજ સવારે આ ઘટનાની જાણ થતા આનંદકુમારના પરિવારજનોમાં ગયો હતો. પરિવારજનો એ આ ઘટનાની જાણ નડિયાદ ટાઉન પોલીસને કરી હતી. પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસ તપાસ દરમિયાન પોલીસને બાજુના રૂમમાંથી એક ડાયરીમાં ત્રણ પેજ પર લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી.
3 પેજ જેટલી સુસાઇડ નોટમાં બાર જેટલા પેરેગ્રાફ પાડીને આનંદ કુમારે પોતાની આપવીતી જણાવી હતી. લાખો રૂપિયાનું દેવું થઈ જવાના કારણે આનંદ કુમારે પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની માહિતી મળી રહે છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સુસાઇડ નોટમાં લખેલા અક્ષર આનંદ કુમારના જ છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે.
હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા આનંદ કુમારના લગ્ન થયા હતા નહીં. તેઓ પોતાના મકાનમાં એકલા જ રહેતા હતા. દેવું વધી જતા તેઓએ આ પગલું ભર્યું છે તેવી શક્યતાઓ છે. સુસાઇડ નોટમાં લખેલા અક્ષરની ચકાસણી માટેની કામગીરી શરૂ છે. ચકાસણી થઈ ગયા બાદ સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સુસાઇડ નોટ ની અંદર આનંદ કુમારે લખ્યું હતું કે, હું પોતે છેલ્લા ઘણા સમયથી નોકરી કરતો નથી મારે લાખો રૂપિયાનું દેવું થઈ ગયું છે. આ દેવાની ભરપાઈ હવે પછી આગળના સમયમાં હું કરી શકું એવી મારી નાણાકીય પરિસ્થિતિ નથી. આ દેવુ મેં મારા અંગત કામ માટે કર્યું છે, આ માટે મારો કુટુંબ જવાબદાર નથી, આ દેવાની સંપૂર્ણ જવાબદારી મારી છે.
હું આ દેવ ભરપાઈ કરી શકું તેમ નથી. મારા મિત્રોએ મને ઉછીના પૈસા આપ્યા છે તેમનો હું ખૂબ જ આભાર માનું છું, તેમણે મને બહુ મદદ કરી છે. તેમના નામ અને નંબર મારા મોબાઈલમાં છે, હું તેમને ખૂબ જ આભાર માનું છું કે મારા ખરાબ દિવસોમાં તેમને મારી મદદ કરી. હું તેમને ઉછીના પૈસા પાછા આપી શક્યો નહીં તેનું મને બહુ દુઃખ થાય છે.
મારી છેલ્લી ઈચ્છા છે કે મારી અંતિમ વિધિમાં શાંતિ જાળવજો. હું મારા કુટુંબ અને મારા મિત્રો તેમજ સગાને દુઃખી કરીને વિદાય લઇ રહ્યો છું, મને તે વાતનું દુઃખ છે પણ બધા મને માફ કરજો અને શાંતિથી તમે એકતા માં રહેજો. આ ઉપરાંત આનંદ કુમારે ઘણું બધું સુસાઇડ નોટમાં લખ્યું હતું. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment