હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિ પોતાની પત્ની અને દીકરી સાથે ઝેરી દવા ખાઈ લે છે. આ ઘટનામાં પરિવારના ત્રણેય સભ્યોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. પોલીસને ઘરમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પરિવારના સભ્યોએ ધમકીઓ મળવાનો ઉલ્લેખ કર્યો હતો. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ શૈલેન્દ્ર કુમાર હતું.
શૈલેન્દ્રને એક દીકરો છે તે બુધવારના રોજ બેંગ્લોર હતો, તેથી તે બચી ગયો હતો. આ ઘટના બનતા જ હાલમાં પરિવારના લોકોને માતમ છવાઈ ગયો છે. પોલીસ સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી કરી રહે છે. એવું જાણવા મળી રહ્યું છે કે શૈલેન્દ્ર કુમાર એક વિવાદિત જમીન ખરીદી હતી. જે માટે શૈલેન્દ્ર કુમારે એક કરોડ રૂપિયા પણ ચૂકવ્યા હતા. આ જમીનના વિવાદોમાં શૈલેન્દ્રને ધમકીઓ મળવા લાગી હતી.
મળતી માહિતી અનુસાર આ દુઃખદાયક ઘટનાઓના લખનઉના જાનકીપુરી વિસ્તારમાં બની હતી. જુનિયર એન્જિનિયર શૈલેન્દ્ર કુમાર તેની પત્ની ગીતા અને દીકરી પ્રાચી સાથે જાનકીપુર વિસ્તારમાં રહેતો હતો. બુધવારના રોજ શૈલેન્દ્ર કુમાર પોતાની પત્ની અને દીકરી સાથે ઝેરી દવા પી લીધી હતી. લગભગ સવારે 9:30 વાગ્યાની આસપાસ પડોશીઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.
ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે ઘરમાં ઘૂસીને પરિવારના સભ્યોને બહાર કાઢ્યા હતા. ત્રણેયની સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે શૈલેન્દ્ર અને તેની 15 વર્ષની દીકરી પ્રાચીને મૃત જાહેર કર્યા હતા. જ્યારે પત્ની ગીતાનો શ્વાસ ચાલતો હતો. પરંતુ થોડાક સમય પછી તેનું પણ હોસ્પિટલમાં કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આર્થિક તંગીના કારણે શૈલેન્દ્ર એ આ પગલું ભર્યું હશે. પોલીસની ટીમને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટ માં લખવામાં આવ્યું હતું કે, તેમને કેટલાક લોકો તરફથી ધમકીઓ મળતી હતી. શૈલેન્દ્રના પરિવારના લોકોને કેમ ધમકી આપવામાં આવતી હતી હાલમાં તેની તપાસ પોલીસ કરી રહી છે. હાલમાં પોલીસ સુસાઇડ નોટમાં લખેલા નામની શોધખોળ કરી રહે છે.
મળતી માહિતી અનુસાર શૈલેન્દ્ર એ એક વિવાદિત જમીન માટે એક કરોડ રૂપિયા આપ્યા હતા. પરંતુ શૈલેન્દ્ર એ જ્યારે એક કરોડ રૂપિયા પરત માગ્યા ત્યારે તેને ધમકીઓ મળવા લાગી હતી. સુસાઇડ નોટમાં ત્રણ લોકોના નામ લખ્યા છે તે લોકો પાસેથી શૈલેન્દ્ર એ જમીન ખરીદી હતી. ત્યારબાદ શૈલેન્દ્રને જાણ થઈ કે આ જમીનતો વિવાદિત છે. જેથી તેને પોતાના પૈસા પરત માગ્યા હતા. જેના કારણે શૈલેન્દ્રના પરિવારના સભ્યોને ધમકી મળવા લાગી. જેના કારણે પરિવાર ખૂબ જ પરેશાન થઈ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment