પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની દેશમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે ખાસબેઠક કરીને વિશેષ અભિયાન ચલાવવા માટે આદેશ આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે કોરોનાવાયરસ ની પરિસ્થિતિ વચ્ચે વેક્સીનેશન અભિયાન મુદ્દે ખાસ બેઠક કરી હતી.
આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે છત્રી 14 એપ્રિલ ની વચ્ચે સાફ સફાઈ અને કોરોનાવાયરસ સામે એક વિશેષ અભિયાન કરવામાં આવશે.
પીએમ મોદીએ ભારતમાં મહારાષ્ટ્ર પંજાબ અને છત્તીસગઢમાં એક વિશેષ ટીમ મોકલવામાં પણ આદેશ આપ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે 100 ટકા માસ્ક નો ઉપયોગ, સ્વચ્છતા અને જાહેર જગ્યાઓ પર સફાઈ તથા.
સુવિધાઓ પર ધ્યાન આપવામાં આવે તે માટે 6 એપ્રિલથી 14 એપ્રિલ વચ્ચે એક વિશેષ અભિયાન પણ ચાલુ કરી દેવામાં આવે.કોરોનાવાયરસ ની બીજી લહેર ચાલી રહી છે.
અને દૈનિક કેસોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોનાવાયરસ કહેર જોવા મળી રહ્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ જે રાજ્યોમાં કોરોનાવાયરસ બેકાબુ થઈ રહ્યો છે તે વિશેષ ટીમ મોકલવા આદેશ આપ્યા છે. પ્રધાનમંત્રી મોદી આવનારા દિવસોમાં હોસ્પિટલોમાં બેડ ની સંખ્યા, તપાસની ઉત્તમ વ્યવસ્થા કરવા માટે આદેશ આપ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment