કેન્દ્રીય પ્રધાનમંડળે લદ્દાખના કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં સેન્ટ્રલ યુનિવર્સિટી સ્થાપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. લદ્દાખની સેન્ટ્રલ યુનિવર્સિટી પર સરકાર 750 કરોડ રૂપિયા ખર્ચ કરશે.
કેન્દ્રશાસિત પ્રદેશોનો વિકાસ સુનિશ્ચિત કરવામાં આવશે
કેબિનેટની બેઠક બાદ માહિતી અને પ્રસારણ પ્રધાન ઠાકુરે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 750 કરોડનો ખર્ચ થશે. તેમણે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપનાથી ઉચ્ચ શિક્ષણમાં પ્રાદેશિક અસંતુલન દૂર કરવામાં અને કેન્દ્ર શાસિત ક્ષેત્રના સર્વાંગી વિકાસની ખાતરી કરવામાં મદદ મળશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે લદ્દાખમાં સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના સાથે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાની વધુ તકો મળશે. તેમણે જણાવ્યું હતું કે આ યુનિવર્સિટીનો પ્રથમ તબક્કો ચાર વર્ષમાં પૂર્ણ થશે. લેહ, કારગિલ વિસ્તાર પણ તેના અધિકારક્ષેત્રમાં આવશે.
આ સિવાય ઈન્ટિગ્રેટેડ બહુહેતુક નિગમ સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિગમ લદાખમાં પર્યટન, ઉદ્યોગ, પરિવહન સુવિધાઓ અને સ્થાનિક ઉત્પાદનો અને હસ્તકલાના માર્કેટિંગ જેવા મહત્વપૂર્ણ કામ અને માળખાગત કામગીરી કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment