વૈશ્વિક કોરોના મહામારી એ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. કોરોના એ ભારતમાં તેના તમામ રેકોર્ડ તોડી રહ્યું છે અને ભારતમાં સતત રોકેટ ગતિએ કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.
કોરોના મામલે ભારત સીધું જ ચીન નું વુહાન બનવા જાણે મથી રહ્યું છે તેવા સંજોગો હાલમાં સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે.દેશભરમાં સતત નોંધાઈ રહેલા.
રેકોર્ડ બ્રેક કોરોના પોઝિટિવ મામલા ને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા એટલે કે NEFT 2021 પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.આગામી ઓર્ડર ની રાહ જોવા માટે વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યુ છે.
આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન દ્વારા ટ્વીટ કરીને આ અંગે માહિતી આપવામાં આવી છે.આ પરીક્ષા 18 એપ્રિલ ના રોજ NEFT PG 2021 એડમીટ કાર્ડ જારી કર્યું હતું.
દેશમાં અત્યાર સુધી 1,40,74,564 કોરોના ના કેસ નોંધાયા છે. તેમાં ડિસ્ચાર્જ ની સંખ્યા 24,29,564 લોકો કોરોના માંથી ડિસ્ચાર્જ થયા છે.
અત્યારે દેશમાં કુલ એક્ટિવ કેસ 14,71,877 છે અને દેશમાં કુલ મૃત્યુનો આંકડો 1,73,121 લોકો કોરોના થી મૃત્યુ પામ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment