કોરોના ના નવા કેસો માં વધારો થતાં મધ્યપ્રદેશ સરકારે નાઈટ કરફ્યુ લાગુ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાત્રી ના 11 વાગ્યા થી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કરફ્યુ લાગુ કરવાની જાહેરાત કરી છે.મુખ્યમંત્રી એ તમામ નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે મધ્યપ્રદેશમાં ઘણા મહિનાઓ પછી કોરોના ના 30 નવા કેસ મળી આવ્યા છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હી એમ ત્રણેય રાજ્યોમાં એક અઠવાડિયા કરતાં વધુ સમયથી કેસ આવી રહ્યા છે.
આ રાજ્યોમાંથી લોકો મધ્યપ્રદેશમાં આવતા રહે છે. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે કોરોના ના નવા કેસ દેશના 16 રાજ્યોમાં પહોંચ્યા છે.
મધ્યપ્રદેશમાં પ્રકારનો કેસ નહીં આવે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી તેથી ખૂબ જ ઝડપથી આ વાયરસના કેસ ફેલાઈ શકે છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેરવર્કર અને ફન્ટલાઇન વર્કર પૈકી 3 નાગરિકો ને રસીનો પ્રથમ ડોઝ અને 676 લોકો બીજો ડોઝ અપાયો છે.45 વર્ષથી વધારે ની ઉંમર ના 5878 લોકોને પ્રથમ અને 47900 નાગરિકો ને રસીનો બીજો ડોઝ અપાયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment