હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, યુવકની પ્રેમિકાની માતાએ યુવકને ઠપકો આપ્યો હતો. ત્યારે બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. આ વાતથી યુવકની પ્રેમિકા ખૂબ જ નારાજ થઈ ગઈ હતી. પછી રાત્રે પ્રેમિકાએ તેના પ્રેમિકાને ફોન પર ઠપકો આપ્યો હતો.
ત્યારબાદ યુવકે ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું એવું કહેવામાં આવી રહ્યું છે. આ સુસાઇડની ઘટના ઇંદોરના ચંદન નગર વિસ્તારમાંથી સામે આવી રહી છે. અહીં આવેલી શ્રીકૃષ્ણ કોલોનીમાં 22 વર્ષનો વિજય રહેતો હતો. વિજય એ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. પરિવારના સભ્યોએ આજરોજ સવારે પોતાના દીકરાના મૃતદેહને લટકતી હાલતમાં જોયું હતું.
ત્યારબાદ ઘટનાની જાણ પોલીસને આપવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ મામલો પ્રેમ પ્રકરણનો છે. જાણવા મળી રહ્યું છે કે વિજયના ઘરથી થોડીક દૂર રહેતી એક યુવતી સાથે વિજયનું અફેર ચાલતું હતું. બંને એકબીજા સાથે લગ્ન કરવાના હતા. બંને એકબીજાના પરિવારને પણ આ વિશે કહી દીધું હતું. એટલે બંનેના પરિવારે મળીને બે વર્ષ બાદ લગ્ન કરાવવાની વાત નક્કી કરી હતી.
પ્રેમિકા અને તેની માતા સાથે ઝઘડો થતા પ્રેમીએ ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… જુઓ સુસાઈડનો લાઇવ વિડિયો… pic.twitter.com/UQm5DETI06
— GUJJU ROCKZ (@gujju_rockz) September 5, 2023
સોમવારના રોજ વિજય યુવતીને પોતાની સાથે ફરવા માટે બહાર લઈ ગયો હતો. યુવતીની માતાને આ વાતની જાણ થાય એટલે તેને વિજયને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે મારી દીકરીને પૂછીયા વગર કેમ સાથે લઈ ગયો. આ બાબત પર વિજય અને યુવતીની માતા વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. ત્યારબાદ રાત્રે યુવતીએ વિજયને ફોન કર્યો હતો અને વિજયને ઠપકો આપ્યો હતો. આ બાબત પર બંને વચ્ચે ઘણી બધી બોલાચાલી થઈ ગઈ હતી.
પછી વિજય ડિપ્રેશનમાં આવી ગયું હતું અને તેને ડિપ્રેશનમાં આવીને આ પગલું ભર્યું હશે તેવું કહેવામાં આવી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે વિજય પોતાના મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ કર્યું હતું અને પછી મોબાઈલના કેમેરાની સામે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેનો એક વિડિયો પણ હાલમાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોલીસે વિજયનો મોબાઇલ કબજે કરીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment