આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેને જોઈને કે સાંભળીને આપણે ચોકી જઈએ છીએ. ઘણી વખત નાના બાળકો રમત રમતમાં ઘણી વસ્તુ ગળી જતા હોય છે. જેના કારણે આખું પરિવાર દોડતું થઈ જાય છે, હાલમાં આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા એક પરિવારનો સાત વર્ષીય બાળક બે રૂપિયાનો સિક્કો ગળી જતા પરિવાર દોડતું થઈ ગયું હતું.
બે દિવસ પહેલા સિક્કો ગળી ગયા બાદ બાળક ઉલટી કરતા ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં એક્સ-રે કરાવતા સિક્કો છાતીમાં ફસાઈ ગયો હોવાનું જણાયું હતું. જેથી પરિવાર બાળકને લઈને સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. વિગતવાર જાણીએ તો નાના વરાછા વિસ્તારમાં આવેલા અંબિકા નગરમાં સંજુભાઈ શાહુ પરિવાર સાથે રહે છે.
સંજુભાઈ લોન્ડ્રીના કામકાજ સાથે સંકળાયેલા છે. તેમનો 7 વર્ષિય દીકરો દેવાંશ ધોરણ એક માં અભ્યાસ કરે છે, જ્યારે તેની એક મોટી બહેન પણ છે. બે દિવસ પહેલા દેવાંશ ઘરે રમતા રમતા બે રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો. બે દિવસ સુધી દેવાંશ ને કશું થયું ન હતું અને ઘરે જ રમતો હતો, પરંતુ અચાનક દેવાંશ ને ઉલટીઓ થવા લાગી હતી.
જેથી માતા-પિતા દેવાંશને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં એક્સ-રે કરવામાં આવતા સિક્કો છાતીમાં ફસાઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. પરિવારની આર્થિક સ્થિતિ પણ સારી ન હોવાથી તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. દેવાંશને સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે સાથે લઈ જવામાં આવ્યો હતો,
જ્યાં ફરજ પરના તબીબે ગંભીરતાથી જોઈને દેવાંશને દાખલ કરી દીધો હતો. હાલ દેવાંશ ને બાળકોની ઓપીડી માં સારવાર કરવામાં આવી રહી છે, તબીબો દ્વારા બાળકની છાતીમાં ફસાયેલા સિક્કાને કાઢવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment