આજનો આ હરીફાઈયુક્ત યુગમાં યુવાનો પણ એવા થઈ ગયા છે કે જેઓ પોતાની મહેનતે પોતાના જીવનમાં કંઈક આગવું નામ જ ઉભો કરતા હોય છે. આજની યુવાપેઢી કે જેઓ ભણવાની સાથે સાથે અનેક એવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી ને તેમાં તનતોડ મહેનત કરીને પોતાની સફળતા હાંસલ કરતા હોય છે. ત્યારે આજે આપણે એક એવા જ ખેડૂત પુત્ર વિશે વાત કરીશું તો જેણે નાની ઉંમરે ડીવાયએસપી બનીને એક નવો જ ઈતિહાસ રચ્યો છે.
જેનાથી માત્ર તેના પરિવારમાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં વાહ વાહ થઈ રહી છે. ગુજરાતી ખેડૂત પુત્ર વિશે વિસ્તૃતમાં વાત કરીશું તો ગુજરાતનો રહેવાસી કે જે સાંતલપુર તાલુકાના એક નાનકડા ગામમાં રહે છે. જેણે ખુબ જ નાની ઉંમરે મોટી-મોટી સિદ્ધિઓ હાંસલ કરી અને માત્ર પરિવારમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં પોતાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે.
કહીયે તો આ દીકરા ના પિતા ખેડૂત છે. દીકરાએ પોતાના પરિવારનું નામ રોશન કરવા માટે તનતોડ મહેનત કરી અને પોતાની સિદ્ધિઓ હાંસલ કરી. આ દીકરાનું નામ નવીન પુજાભાઈ આહિર છે તેણે ફક્ત ચાર વર્ષમાં જ દરેક પરીક્ષાઓ પાસ કરીને DYSP બન્યો.
આશ્ચર્યજનક વાત તો એ કે માત્ર ચાર વર્ષમાં જ તેણે તનતોડ મહેનત કરીને ક્લાસ 3 ક્લાર્ક રેવન્યુ તલાટીથી લઈને gpsc સુધીની દરેક પરીક્ષાઓ ક્રેક કરી છે. તેણે આવી સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને રાત-દિવસ એક કરી તેના પાછળ ખૂબ જ મહેનત કરી જેનું તેને પરિણામ મળ્યું છે. આ નવીન વિશે વાત કરીશું તો તેણે કોઈ પણ પ્રકારના કોચિંગ ક્લાસ લીધા વગર જ આ બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પહેલી જ ટ્રાય માં ક્રીક કરી નાખી.
નવીને પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે તનતોડ મહેનત કરી તેણે B.E મિકેનિકલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ પણ કર્યો છે અને સાથે સાથે તે સ્પર્ધાત્મક પરીક્ષાઓની પણ તૈયારી કરતો હતો. નવીન આ પરિવારમાં જ તેના ત્રણ ભાઈઓ મોટા છે. નવીન સૌથી નાનો ભાઈ છે. નવીન નું કહેવું છે કે ‘સખત મહેનત કોઈ વિકલ્પ નથી બસ કોઈ પણ કાર્યમાં ધીરજ અને સહનશીલતા રાખવી જોઈએ.
જીવનમાં કોઈ પણ મુશ્કેલીઓ આવે તેનો સામનો કરવો જોઈએ અને ક્યારેય પણ હાર માનવી ન જોઈએ’. નવીને કહ્યું હતું કે દિનરાત કલાકોની મહેનત બાદ તે સમગ્ર ગુજરાત રાજ્ય ભરમાં 16માં ક્રમાંકે આવ્યો અને ડીવાયએસપી બન્યો હતો. ત્યારે ગર્વની વાત તો એ કે સૌથી નાની વયના ડીવાયએસપી બનનાર માત્ર પ્રથમ યુવક છે.
જેની મહેનતને સૌ કોઈ લોકો સલામ કરીને ગર્વ અનુભવી રહ્યા છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે તેના પિતા એક સમયે મીઠું પકવતા હતા.એક સમયે ભૂકંપ આવતા મજૂરી માટે તેઓને કચ્છ જવાનો વારો આવ્યો હતો. તેના પરિવારનું સપનું હતું કે તેનો દીકરો એક મોટો અધિકારી બને અને એ નવીને સાર્થક કરી બતાવ્યું છે.જેનાથી પરિવાર પણ ગૌરવ અનુભવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment