તમે સોશિયલ મીડિયામાં ઘણા ભૂસ્ખલનના અવારનવાર વીડિયો જોયા હશે. ત્યારે ઉત્તરાખંડના પીઢોરાગઢ જિલ્લામાં બનેલી ભૂસ્ખલનની ઘટનાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ધારચુલાના તવાધાટ લિપુલેખ રોડ પર આવેલા નજાંગ પાસે મોડી સાંજે અચાનક જ એક પહાડનો મોટો ભાગ ધરાશાઈ થયો હતો.
આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઘટના બની ત્યારે ત્યાં ઉભેલા એક વ્યક્તિએ આ ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધો હતો. આ ભૂસ્ખલનની ઘટનાના કારણે તવાઘાટ લિપુલેખ હાઇવે સંપૂર્ણ રીતે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
આ રસ્તો બંધ થતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી અનુસાર ગુરૂવારના રોજ આ રસ્તો ખોલવામાં આવ્યો હતો. ત્યારબાદ ઘટના સ્થળે થયેલું ટ્રાફિકજામ હળવું પડ્યું હતું. મિત્રો ઉતરાખંડમાં સતત આવી ઘટનાઓ બનતી રહે છે.
તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા ધોધમાર વરસાદ પડવાના કારણે કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલનની ઘટના બની હતી. સદ્નસીબે આ ઘટના બની ત્યારે ત્યાંથી કોઈ પસાર થતું ન હતું. ધોધમાર વરસાદના કારણે ચારધામની યાત્રા પર પણ ભારે અસર પડી રહે છે.
કેદારનાથ હાઇવે પર જ્યારે ભૂસ્ખલનન થયું ત્યારે એક બસને સામાન્ય નુકસાન પહોંચ્યું હતું. ભૂસ્ખલનના કારણે હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે વાહન વ્યવહાર કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
Tehsil Dharchula (Pithoragarh) Uttarakhand pic.twitter.com/XS5GLoU28S
— jitendra (@dharchula) September 23, 2022
હાલમાં આ વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર jitendra નામના વ્યક્તિએ પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે પહાડનો એક મોટો ભાગ નીચે પડે છે. મિત્રો છેલ્લા એક અઠવાડિયાથી અતિ ભારે વરસાદ પડવાના કારણે અહીંનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment