હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક ખાનગી કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે મજાક કરી રહેલા બે મિત્રો ત્રીજા માળેથી નીચે પડ્યા હતા. જેમાં એક યુવકનું કરુણ મૃત્યુ થયું છે, જ્યારે બીજો યુવક ઇજાગ્રસ્ત થયો છે તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના પાલનપુરના એક ખાનગી કોમ્પલેક્ષમાં બની હતી. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, એક યુવક ખાનગી કોમ્પલેક્ષમાં ત્રીજા માળે રેલિંગ પર બેઠેલો નજરે પડી રહ્યો છે.
ત્યારે બીજો મિત્ર ત્યાં આવે છે અને રેલિંગ પર બેઠેલા મિત્ર સાથે મસ્તી કરવા લાગે છે. મસ્તી મસ્તીમાં બંને મિત્રો એક સાથે ત્રીજા માળેથી નીચે પડે છે. આ ઘટનામાં એક મિત્રનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા મિત્રોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. આ ઘટના બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આવેલ નેશનલ હાઇવે પર એક કોમ્પ્લેક્સ માં બની હતી. અહીં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. આ ઘટના બની ત્યારે ઘટના સ્થળે ભારે અફરા-તફરી મચી ગઈ હતી.
સમગ્ર ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલા યુવકને સ્થાનિક લોકો સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને સીસીટીવી ફૂટેજને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મજાકમાં મળ્યો મૃત્યુ…! ખાનગી કોમ્પ્લેક્સમાં ત્રીજા માળેથી બે યુવકો નીચે પડ્યા, એક યુવકનું કારણ મૃત્યુ – જુઓ લાઈવ ઘટનાનો વિડીયો… pic.twitter.com/bebAYHwpZy
— GUJJU ROCKZ (@gujju_rockz) July 19, 2022
કારણે મૃતક યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મિત્રો કોઈ પણ દિવસ ઊંચાઈવાળી જગ્યા પર આ રીતની મસ્તી ન કરવી જોઈએ. કારણકે કોઈક વખત આપણી મસ્તી આપણો જીવ જોખમમાં નાખી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment