સુરતમાં લાલ ગેટ વિસ્તારમાં કાનજી પુરા ખાતે ચુમ્માલીસીની ચાલના એક મકાનમાંથી એક વ્યક્તિનું મૃતદેહ મળી આવ્યું હતું. આ મૃતદેહ પાલિકાના સફાઈ કર્મચારી નું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળ્યું કે, કર્મચારીનું ગળું દબાવીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિ રવિવારે નોકરી પરથી ઘરે આવ્યા બાદ બપોરનું ભોજન લઈને સૂઈ ગયા હતા અને ત્યારબાદ ત્રણ કલાક પછી બેભાન હાલતમાં મળી આવ્યા હતા. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ ભાવેશભાઈ હતું.
તેઓની ઉંમર 41 વર્ષની હતી. તેઓ પાલિકામાં કાયમી સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા. તેમના પરિવારમાં પત્ની એકનો એક પુત્ર અને એક પરિણીત દીકરી છે. મળતી માહિતી અનુસાર રવિવારે જ્યારે ભાવેશભાઈ ઘરે આવ્યા ત્યારે તેમને પોતાની પત્ની અને બાળકો સાથે બપોરનું ભોજન લીધું હતું અને સુઈ ગયા હતા.
એક કલાક બાદ ભાવેશભાઈનો પુત્ર પોતાના કામે ચાલ્યો ગયો હતો. મળતી માહિતી અનુસાર ભાવેશભાઈ ની પત્નીએ લગભગ ચાર વાગ્યાની આસપાસ ભાવેશભાઈના નાના ભાઈને કહ્યું કે તમારા ભાઈ જાગતા નથી.
ત્યારે ભાવેશભાઈના ભાઈ મહેશભાઈ દોડીને ઉપર ગયા ત્યારે ભાવેશભાઈ બેભાન હાલતમાં હતા. ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટર દ્વારા ભાવેશ ભાઇને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, કોઈકે દોરી વડે ભાવેશભાઈનું ગળુ દબાવીને તેમનો જીવ લઈ લીધો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઇને તપાસ ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment