આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે રડી પડીએ છીએ. ઘણા વિડિયો તો એવા હોય છે જેને જોઈને આપણું હૃદય દ્રવી ઉઠે છે. કેન્સર એક ખતરનાક રોગ છે, તેને દૂર કરવા માટે ઘણી હિંમત ની જરૂર પડે છે. આ રોગને કારણે કેટલાક લોકો ખૂબ જ નબળા પડી જાય છે.
પરંતુ જ્યારે તેમને કોઈનો સાથ મળે છે ત્યારે તેમની હિંમત વધુ વધી જાય છે, હાલમાં સોશિયલ મીડિયામાં આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પત્નીને કેન્સર થયું છે અને આવી પરિસ્થિતિમાં પતિ પોતાની પત્નીના વાળ કાપી નાખે છે અને પછી પોતાના વાળ પણ કાપી નાખે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે રડી રડીને પત્નીની હાલત ખરાબ થઈ જાય છે, આ મુશ્કેલ પરિસ્થિતિમાં પતિ તેને છોડતો નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પતિ કેવી રીતે ટ્રીમર વડે પત્નીના વાળ કાપે છે પછી તે તેની પત્નીને સપોર્ટ કરવા માટે પોતાના વાળ પણ જાતે જ કાપી નાખે છે.
View this post on Instagram
હાલમાં સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો જોઈને લોકો પણ ખૂબ જ ભાવુક થઈ ગયા છે. આ વિડીયો જોઈને ઘણા લોકોએ પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે. લોકો પતિની હિંમતના વખાણ કરી રહ્યા છે, આ વિડીયો ઈન્સટ્રાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.
આ વીડિયોને એક લાખ 83 હજાર યુઝર્સે લાઈક કર્યો છે, આ વીડિયોમાં ઘણા લોકોની કમેન્ટ જોવા મળી રહી છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું છે પ્રેમ હોય તો આવો હોવો જોઈએ. તેના પર ટિપ્પણી કરતા અન્ય એક યુઝરે લખ્યું કે બંનેની જોડી ખૂબ જ સુંદર છે ભગવાન રક્ષા કરજો. આ વિડીયો જોઈને ઘણા લોકોની આંખોમાંથી આંસુ આવી ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment