Accident: છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બાઈક પર સવાર પતિ-પત્નીને એક ઝડપી થાર જીપે(thar jeep) કચડી નાખ્યા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત થયેલા પતિ પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન પતિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે. આ ભયંકર અકસ્માતની ઘટના જોધપુર શહેરમાં બની હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, ઝડપી થાર ચાલકે બાઈક સવાર પતિ પત્નીને લગભગ 100 મીટર સુધી રોડ ઉપર ઘસેડ્યા હતા. હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધાર આરોપી કારચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે.
આ ભયંકર અકસ્માતની ઘટના શનિવારના રોજ રાત્રિના સમયે બની હતી. પરંતુ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ 25 વર્ષીય નિર્મલ અને તેની પત્ની ચંચલને સારવાર માટે એમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
અહીં સારવાર દરમિયાન રવિવારના રોજ નિર્મલે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત થયેલી ચંચલ હજુ પણ જીવન અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહે છે. મળતી માહિતી અનુસાર જોધપુરમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા નિર્મલના લગ્ન ત્રણ મહિના પહેલા જ થયા હતા. નિર્મલની પત્ની ગર્ભવતી છે.
પરિવારના જુવાનજોધ દીકરાનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે બાઇક સવાર પતિ પત્નીને અડફેટેમાં લીધા બાદ પણ કાર ચાલકે કાર ઉભી રાખી ન હતી. એટલું જ નહીં પરંતુ થારનું આગળનું ટાયર ફાટી ગયું હોવા છતાં પણ તે થાર ઉભી રાખતો ન હતો.
બાઈક પર સવાર પતિ અને ગર્ભવતી પત્નીને ઝડપી થાર ચાલકે કચડી નાખ્યા, હોસ્પિટલમાં સારવાર દરમિયાન પતિનું મોત…જુઓ કાળજુ કંપાવી દેનારો અકસ્માતનો વિડીયો… pic.twitter.com/Z9PDIRjGW9
— GUJJU ROCKZ (@gujju_rockz) May 22, 2023
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકોએ કારચાલકનો લગભગ પાંચ કિલોમીટર સુધી પીછો કર્યો હતો. પરંતુ રસ્તામાં એક જગ્યાએ કારચલક કાર મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો. હાલમાં પોલીસે સમગ્ર ઘટનાના સીસીદેવી ફૂટેજ ચેક કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment