આજકાલ જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે સુરતમાં બનેલી એક જીવ ટુંકાવાની ઘટના સામે આવી છે. સુરતમાં ઉધના બીઆરસી ખાતે ડ્રાઇગ મીલમાં માસ્તર તરીકે નોકરી કરતા યુવકે ફેસબુક પર સુસાઇડ નોટ અપલોડ કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. સુસાઇડ નોટમાં યુવકે લખ્યું હતું કે, પત્ની અને સાળાએ મારો જીવ લઈ લેવાની ધમકી આપી મને ગાયનું માસ ખવડાવી દીધું હતું.
જેના કારણે હું આ પગલું ભરું છું. આ ઘટના બે મહિના પહેલા બની હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનાની જાણ મૃત્યુ પામેલા યુવકના ભાઈને ખબર પડી ગઈ હતી. તેથી મૃતક યુવકની માતાએ ઉધના પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે મૃતકની પત્ની સોનમ જાકીર અલી અને તેના ભાઈ મુક્તાર અલી સામે ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી અનુસાર 27 વર્ષીય રોહિતસિંહ નામનો યુવક ઉધના બીઆરસીમાં ડ્રાઇગ મિલમાં નોકરી કરતો હતો. રોહિતને મિલમાં નોકરી કરતી સોનમ અલી નામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. સોનમ મુસ્લિમ હતી અને તેના અગાઉ લગ્ન થયેલા હતા જેના કારણે રોહિતના પરિવારજનોએ તેને લગ્ન કરવાની ના પાડી હતી.
પરિવારજનોએ કહ્યું હતું કે જો રોહિત તારે લગ્ન કરવા હોય તો તું અલગ રહેજે. જેથી રોહિત એ પોતાના પરિવારને છોડીને સોનમ સાથે લગ્ન કર્યા હતા. રોહિતએ પોતાના પરિવાર સાથે કોઈ સંબંધ રાખ્યો ન હતો. મળતી માહિતી અનુસાર રોહિતસિંગની પત્ની અને તેનો સાળો તેનો જીવ લેવાની ધમકી આપીને ગાયનું માસ ખવડાવીને માનસિક ત્રાસ આપતા હતા.
જેના કારણે રોહીતસિંગએ 27 જૂન ના રોજ બપોરના સમયે ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. રોહિતના મૃત્યુ ના સમાચાર તેના પરિવારજનોને આપવામાં આવ્યા ન હતા. તેની પત્નીએ રોહિતના અંતિમ સંસ્કાર મકાન માલિક પાસે કરાવી દીધા હતા. ઘટનાના બે મહિના બાદ રોહિતના એક મિત્રએ આ ઘટનાની જાણ રોહિત ના ભાઈને કરી હતી.
ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને થઈ હતી. પોલીસે ફેસબુકમાં અપલોડ કરવામાં આવેલી સુસાઇડ નોટ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવા કે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, આજ મેં ઇસ દુનિયા કો છોડ કે જા રહા હું, મેરી મોત કા કારણ મેરી બીબી સોનમ ઓર ઉસકા ભાઈ અખ્તર હે, મેરે સભી દોસ્તો સે અનુરોધ હે, આપ લોગ મુજે ઇન્સાફ દીલાના… આ ઉપરાંત ઘણું બધું સુસાઇડ નોટમાં લખ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment