પાટણ જિલ્લાના રાધનપુરમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં લગ્નના આગલા દિવસે ખરીદી કરવા નીકળેલા વરરાજાનો ભરબજારમાં આરોપીઓએ જીવ લઈ લીધો હતો. લગ્નના એક દિવસ પહેલા જ વરરાજાનું મોત થતા બે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, મૃત્યુ પામેલા યુવાનની એક વર્ષ પહેલાં એક યુવતી સાથેના સંબંધોના કારણે યુવતીના મંગેતર દ્વારા યુવકનો જીવ લેવામાં આવ્યો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે.
હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે. વિગતવાર વાત કરીએ તો સમી તાલુકાના અમરાપુર ગામમાં રહેતો ઠાકોર સમાજના યુવાન વિપુલના રવિવારના રોજ એટલે કે આજરોજ લગ્ન હતા. લગ્ન હોવાના કારણે તે શનિવારના રોજ બજારમાં ખરીદી કરવા માટે ગયો હતો.
ખરીદી કરવા ઘરની બહાર નીકળેલો વિપુલ રાધનપુર ઇસ્કોન શોપિંગ મોલમાં ખરીદી કરી રહ્યો હતો. ત્યારે અચાનક જ આરોપી ધારદાર વસ્તુ વડે વિપુલ ઉપર તૂટી પડ્યો હતો. ત્યાર પછી આરોપી વિપુલનો જીવ લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. વિપુલના મૃત્યુના સમાચાર મળતા જ બે પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટે પડ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર વિપુલ અને તેના પિતા ભચાઉ ગામે જમીન ભાગમાં રાખી વાવતા હતા. ત્યાં તેમની બાજુમાં એક પરિવાર રહેતો હતો અને તે પણ જમીન વાવતો હતો. એક વર્ષ પહેલા બાજુમાં રહેતા પરિવારની યુવતી સાથે વિપુલ ના ફોટા વાયરલ થયા હતા.
તે સમયે તો સમાધાન કરી લેવામાં આવ્યું હતું. ત્યાર પછી યુવતી ની સગાઈ ઈશ્વર પ્રભુ સાથે થઈ ગઈ હતી. આરોપી ઈશ્વર પ્રભુએ અગાઉના સંબંધોનું મન દુઃખ રાખીને વિપુલ પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
દીકરો ઘોડીએ ચડે તે પહેલા દીકરાની અર્થી ઊઠી..! લગ્નના એક દિવસ પહેલા ખરીદી કરવા ગયેલા વરરાજાનો જાહેરમાં જીવ લઈ લેવામાં આવ્યો… જુઓ ઘટનાના સીસીટીવી ફૂટેજ… pic.twitter.com/P0CgDcYR7w
— GUJJU ROCKZ (@gujju_rockz) May 7, 2023
હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીની શોધ કોણે શરૂ કરી દીધી છે. વિપુલનું લગ્નના એક દિવસ પહેલા જ મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment