રાજકોટમાં હનીટ્રેપમાં ફસાતા સરકારી કર્મચારીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન, ચેકબુકની પાછળ લખી હતી સુસાઇડ નોટ…25 લાખ રૂપિયા પડાવી લેતા…

રંગીલા રાજકોટમાં છેલ્લા થોડાક સમયથી જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ગત સોમવારના રોજ રાજકોટ જિલ્લાના જેતપુરમાં એક સરકારી કર્મચારીએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સૌપ્રથમ તો પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કર્મચારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું છે. પરંતુ મૃત્યુ પામેલા કર્મચારીના ભાઈને રૂમની સીટ પર ચેકબુક પાછળના સુસાઇડ નોટ મળી આવી હતી.

ત્યારબાદ આ સમગ્ર ઘટનાને લઈને ચોકાવનારો ખુલાસો થયો હતો. પછી જાણવા મળ્યું કે PGVCLના કર્મચારી હર્ષદ વણઝારા વ્યાજખોરોના ત્રાસથી નહીં, પરંતુ હનીટ્રેપમાં ફસાતા આ પગલું ભર્યું છે. હર્ષદભાઈ મૃત્યુ પહેલા સુસાઇડ નોટ માં લખ્યું હતું કે, મારા મરવાનું કારણ સોનલ રાજુભાઈ પરમાર, રાજુભાઈ હરિભાઈ પરમાર, શાંતિલાલ રાજુભાઈના બનેવી છે. આ લોકોએ મારી પાસેથી 25 લાખ રૂપિયા પડાવી લીધા છે.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા હર્ષદભાઈના ભાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જેના આધારે પોલીસે આરોપીઓની અટકાયત કરી લીધી છે. મૃત્યુ પામેલા હર્ષદભાઈના મોટાભાઈ હરેશભાઈ ફરિયાદમાં જણાવ્યું કે, અમે ચાર ભાઈઓ છીએ જેમાંથી સૌથી મોટો હું છું. હર્ષદ સૌથી નાનો છે. છેલ્લા ચારેક માસથી તે PGVCLમાં નોકરીએ લાગ્યો હતો અને રજા હોય ત્યારે તે મારા ઘરે આવતો અને મારી સાથે રહેતો તેના લગ્ન હજુ થયા ન હતા.

વધુમાં તેમને જણાવ્યું કે, ત્રણ તારીખના રોજ મારો ભાઈ હર્ષદ મારા ઘરે આવેલો અને બે દિવસ રોકાયેલો હતો, સોમવારના રોજ તેને નોકરીએ જવાનું હતું. રવિવારના રોજ રાત્રે તેને મને કીધું હતું કે આવતીકાલે મારે નોકરીએ જવાનું છે વહેલી સવારે ચારેક વાગે બસ છે. ત્યારે તે ખૂબ જ ટેન્શનમાં હતો તેવું મને લાગી રહ્યું હતું. આ બાબત પર મેં જ્યારે તેને પૂછ્યું ત્યારે તેને મને કહ્યું કે, મને હજુ સોનલબેન પરમાર, રાજુભાઈ પરમાર અને તેનો બનેવી હેરાન કરે છે.

તે લોકો મારી પાસેથી ખોટી રીતે રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા છે. અગાઉ આપણે સમાધાન થઈ ગયું હોવા છતાં પણ મને બદનામ કરવાની ધમકીઓ આપી રહ્યા છે. જેથી મેં વરસાદને કહ્યું હતું કે તું ટેન્શન મૂકી દે હું તેમની સાથે વાત કરી લઈશ. મેં મારા ભાઈને સાંત્વના આપી હતી એટલે તે શાંતિથી સૂઈ ગયો હતો.

સોમવારના રોજ સવારે લગભગ પાંચેક વાગ્યાની આસપાસ ઉઠીને મેં જોયું ત્યારે મારો ભાઈ પથારીમાં ન હતો. ફળિયામાં મારા ભાઈનો ઠેલો અને તેનું જેકેટ પડેલું હતું. જ્યારે હું બીજા રૂમમાં ગયો ત્યારે ત્યાં મારા ભાઈનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

વધુમાં તેમને જણાવ્યું કે મારા ભાઈ ચેકબુક ની પાછળના પાને સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેને લખ્યું હતું કે ત્રણ લોકોએ મળીને તેની પાસેથી 25 લાખ રૂપિયા પડાવી લીધા છે અને મને પાંચ વર્ષથી હેરાન કરી રહ્યા છે. વધુમાં હર્ષદભાઈ ના ભાઈ એ જણાવ્યું કે, આરોપીઓ મારા ભાઈને હનીટ્રેપમાં ફસાવીને હેરાન કરતા હતા. આરોપીઓ કહેતા હતા કે ચાર લાખ રૂપિયા ચૂકવી દે નહીંતર તારી હાલત ખરાબ થઈ જશે. તે વખતે મેં અને મારા ભાઈ સોનલબેન તથા રાજુભાઈને 4,00,000 આપીને સમાધાન કર્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*