કોંગ્રેસ અને ભાજપના ગઢમાં પડ્યું ગાબડું, આટલા કાર્યકર્તાઓ જોડાયા આમ આદમી પાર્ટીમાં…

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે આ વખતે આમ આદમી પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે. આમ આદમી પાર્ટી નું વર્ચસ્વ દિવસેને દિવસે વધી રહ્યું છે.

ગુજરાતના અલગ-અલગ શહેરો અને ગામડાઓમાં થી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસ થી નારાજ થયેલા લોકો પણ આમ આદમી પાર્ટીમાં દિવસેને દિવસે જોડાઈ રહ્યા છે.

ત્યારે પાવીજેતપુરમાં આમ આદમી પાર્ટીના જનવેદના કાર્યક્રમમાં 300 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા. ઓલીયા કલમ ગામમાં ભાજપ અને કોંગ્રેસના 300 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીનું કામ જોઈને AAPમાં જોડાયા હતા.

આ તમામ કાર્યકર્તાઓ ભાજપ અને કોંગ્રેસને છોડીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો. આ કાર્યક્રમ દરમિયાન આપના દક્ષિણ ઝોન સંગઠન મંત્રી અર્જુન રાઠવા, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ડી. એન. રાજપુત સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

આ ઉપરાંત થોડાક દિવસ પહેલા જ સાજેરા ગામ ના ભાજપના આગેવાન અને માજી સરપંચ રમણ રાઠવ તેમના કાર્યકર્તાઓ સાથે દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું કામ જોઈને AAPમાં જોડાયા હતા.

આ ઉપરાંત ગાજીપુર ના માજી સરપંચ અને કોંગ્રેસ તાલુકા ના મહામંત્રી પ્રતાપ રાઠવા ના કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. મળતી માહિતી મુજબ પ્રતાપ રાઠોડ ટૂંક સમયમાં તેઓના 200 જેટલા સમર્થકોને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે આગ્રહ કરશે.

ગુજરાતમાં વિપક્ષ તરીકે કોંગ્રેસ ખૂબ જ નબળું પડી રહ્યું હતું ત્યારે હવે આમ આદમી પાર્ટી નો વર્ચસ્વ વધી રહ્યું છે તેના કારણે ભારતીય જનતા પાર્ટી મૂંઝવણમાં પડી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસને બરોબરની ટક્કર આપશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*