સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પીપલોદી પાસેથી પસાર થતી હાથમતી નદીમાં ગઈકાલે ડૂબી ગયેલ હિંમતનગરના યુવાનની સોમવારે સવારે ફાયર વિભાગને શોધખોળ કરતાં મૃતદેહ મળ્યો હતો. આ અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસે અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હિંમતનગરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં જૈન દેરાસર પાસે રહેતો હતો.
હિંમત હાઈસ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો અને વર્ગનો મોનિટર હર્ષ મહેન્દ્રભાઈ પ્રજાપતિ રવિવારે બપોરે ચાર મિત્રો સાથે પીપલોદી પાસેથી પસાર થતી હાથમતી નદી પરના ધોધ નજીક પહોંચ્યા હતા. આ દરમિયાન અચાનક હર્ષ ધોધના પાણીના પ્રવાહમાં ડૂબી ગયો હતો. ઘટના અંગે ફાયર વિભાગ અને હિંમતનગર બી ડિવિઝન અને ગ્રામ્ય પોલીસને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
બીજી તરફ ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મોડી સાંજ સુધી કોઈ પતો લાગ્યો ન હતો ત્યારબાદ અંધારાને લીધે શોધખોળ બંધ કરવામાં આવી હતી. આ અંગે હિંમતનગર ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.આર.ચૌહાણે શોધખોળ માટે ટીમ તૈયાર કરી હતી. હાથમતી નદીમાં આવતું પાણી બંધ કરવા માટે સિંચાઈ વિભાગના ડી.કે.પટેલને લેખિતમાં જાણ કરી હતી.
રવિવારે સાંજે પાણી બંધ કરવામાં આવ્યું હોવાનું ડી.કે. પટેલે જણાવ્યું હતું. ત્યારબાદ સોમવારે સવારે હિંમતનગરની ફાયર વિભાગની ટીમ ફાયર ઓફિસર દિગ્વીજસિંહ ગઢવી સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને શોધખોળ કરી હતી. 20 કલાકે યુવકનો મૃતદેહ મળ્યો હતો, હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદ હોવાને લઈને ગ્રામ્ય પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો અને ડ વર્ગનો મોનિટર હર્ષ મહેન્દ્રભાઈ પ્રજાપતિ પિપલોદી પાસેથી હાથમતી નદીમાં ડૂબી ગયો હતો. જેનો મૃતદેહ સોમવારે સવારે મળ્યો હતો, બીજી તરફ સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી હર્ષ પ્રજાપતિના મૃત્યુના દુઃખદ સમાચાર સ્કૂલના આચાર્યને મળ્યા હતા.
મૃત્યુ પામેલા વિદ્યાર્થી સ્વર્ગસ્થ હર્ષ પ્રજાપતિ ની આત્માને શાંતિ માટે સ્કૂલમાં સોમવારે સવારે બે મિનિટનું મૌન પાળ્યું હતું. સ્કૂલનું શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યું હતું. આ અંગે હિંમત હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું, કે સ્વર્ગસ્થ હર્ષ પ્રજાપતિ ની આત્માને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment