મિત્રએ જ મિત્રનો જીવ લઈ લીધો..! જાણો બંને વચ્ચે એવું તો શું થયું હશે કે…જાણો સમગ્ર ઘટના…

ગુજરાત રાજ્યમાં દિવસે અને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. સતત આવી ઘટનાઓ વધતા હવે એવું લાગી રહ્યું છે કે લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી. ત્યારે ગુજરાતમાં બનેલી એક ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મિત્રએ જ મિત્રોનો જીવ લઈ લીધો છે. તો ચાલો જાણીએ બંને મિત્રો વચ્ચે એવું તો શું થયું હશે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, બાવળામાં તળપદાવાસમાં રહેતા મનીષ હર્ષદભાઈ ઠાકોર નામનો યુવક સાંજના સમયે 4:30 વાગ્યાની આસપાસ માર્કેટ સામે દેવ આર્કેટ કોમ્પ્લેક્સમાં ગયો હતો. અહીં અશ્વિન પારેખ નામના વ્યક્તિની હેર કટીંગની દુકાન છે. મનીષ અશ્વિનની દુકાન ઉપર ગયો હતો, ત્યારે અશ્વિન એક વ્યક્તિની દાઢી કરી રહ્યો હતો.

ત્યારે અચાનક જ તળપદાવાસમાં રહેતો ગોવિંદભાઈ બાબુભાઈ ઠાકોર નામનો એક વ્યક્તિ હાથમાં ધારદાર વસ્તુ લઈને દુકાનની અંદર ખુશીઓ હતો. દુકાનની અંદર ઘૂસીને ગોવિંદે મન ફાવે તેમ મનીષ પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. આ ઘટના બની ત્યારે અશ્વિન વચ્ચે પડે છે ત્યારે આરોપી ગોવિંદ કહે છે કે, તુ વચ્ચે ન આવતો નહીંતર તને પતાવી દઈશ.

તેવી ધમકી મળતા જ અશ્વિન ગભરાઈ ગયો હતો. આરોપી ગોવિંદ મનીષના શરીર ઉપર મન ફાવે તેમ ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં મનીષ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈને જમીન પર નીચે પડ્યો હતો. ત્યારબાદ અશ્વિન અને અન્ય લોકો ઇજાગ્રસ્ત થયેલા મનીષને સારવાર માટે તાત્કાલિક રિક્ષામાં ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

પરંતુ તેની હાલત વધુ ખરાબ હોવાના કારણે તેને અમદાવાદની શેલ્ફી હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મળતી માહિતી અનુસાર આરોપી ગોવિંદ અને મૃત્યુ પામેલો મનીષ બંને મિત્રો હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી ગોવિંદ બે અઢી મહિના અગાઉ પત્નીના મોબાઇલમાં પોતાના મિત્રનો મેસેજ જોયો હતો.

તેથી તેને બંને વચ્ચે આડા સંબંધ હોવાની શંકાઓ હતી. જેના કારણે આરોપી ગોવિંદે પોતાના જ મિત્ર મનીષનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લીધો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ આરોપી ગોવિંદ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*