છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરીને અકસ્માતની ઘટનાના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ અકસ્માતની ઘટનામાં એક ઝડપી બોલેરો કાર ચાલકે રોડ પર ચાલીને જઈ રહેલા બે વ્યક્તિઓને પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી.
આ ઘટનામાં એક વ્યક્તિ ફંગોળાઈને દૂર જઈને પડ્યો હતો. જ્યારે એક વ્યક્તિ બોલેરો કારમાં ફસાઈ ગયો હતો અને લગભગ 50 મીટર સુધી ઘસડાઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના મંગળવારના રોજ રાત્રિના સમયે બની હતી. ઘટનાના વાયરસ થઈ રહેલા સીસીટીવી ફુટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, ઝડપી બોલેરો કાર કેવી રીતે રસ્તા પર ચાલીને જતા બે વ્યક્તિઓને જોરદાર ટક્કર લગાવે છે.
આ ગંભીર અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશના જાલૌનમાં બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત થયેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહની થઈ નથી. સમગ્ર ઘટના બની ત્યારે બોલેરો કારની સ્પીડ લગભગ 60 કિમી હતી. તેવું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટના 6 ફેબ્રુઆરીના રોજ મોટી રાત્રે બની હતી. પરંતુ ઘટનાના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
વિગતવાર વાત કરીએ તો અટારિયા ગામના મુખિયા દીપુ અને તેના સાથીદાર આ અકસ્માતની ઘટનાનો ભોગ બન્યા છે. બંને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપીને કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમનો આરોપ છે કે દુશ્મનીના કારણે ગામના કેટલાક બદમાશ હોય તેમનો જીવ લેવાનો પ્રયાસ કર્યો છે.
એ…ઉડાડીયા..! રસ્તા પર શાંતિથી ચાલીને જતા બે વ્યક્તિને ઝડપી બોલેરો કારે ઉડાડ્યા, પછી તો કંઈક એવું બન્યું કે… જુઓ અકસ્માતના CCTV ફૂટેજ… pic.twitter.com/Lerd4nHzRG
— GUJJU ROCKZ (@gujju_rockz) February 8, 2023
સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ બોલેરો કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર અકસ્માતની ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. બોલેરો ચાલક કોણ હતો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment