આઝાદપુર(દિલ્હી): દિલ્હી(Delhi)માં પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ દિલ્હીના આઝાદપુર(Azadpur) શાક માર્કેટ વિસ્તારમાં એક પાંચ માળની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઇ ગઇ છે. ઘટના બાદ બિલ્ડીંગ નીચે દબાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
મળતી માહિતી મુજબ એક વ્યક્તિને કાટમાળ નીચેથી રજૂ કરવામાં આવ્યો છે તેને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર હજુ પણ કાટમાળ નીચે ઘણા લોકો દબાયા હોય તેવી સંભાવનાઓ છે.
દિલ્હીના આઝાદપુર શાક માર્કેટ વિસ્તારમાં એક પાંચ માળની બિલ્ડિંગ અચાનક થઇ ધરાશાયી, ઘણા લોકો બિલ્ડીંગની નીચે દટાયા હોવાની સંભાવના… pic.twitter.com/xuipN1cvps
— GUJJU ROCKZ (@gujju_rockz) September 13, 2021
ઘટનાની જાણ થતા ફાયર ડિપાર્ટમેન્ટની પાંચ ગાડીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અત્યાર સુધીમાં કાટમાળમાંથી એક ઇજાગ્રસ્ત વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યા છે.
ઉપરાંત હજુ પણ 3 થી 4 લોકો કાટમાળ નીચે દટાયેલા હોય તેવી સંભાવનાઓ છે. મળતી માહિતી મુજબ જ્યારે બિલ્ડિંગ ધરાશાયી થઇ ત્યારે બિલ્ડીંગની નીચે કામ ચાલી રહ્યું હતું. અને જેમાં મજૂરો કામ કરી રહ્યા હતા તો કાટમાળ નીચે મજૂરો છે તેવી સંભાવનાઓ છે.
આ ઉપરાંત રોડ પર પસાર થયેલા બે બાળકો પણ કાટમાળ નીચે દબાયેલા છે અને એક કાર પણ કાટમાળ નીચે દબાઇ ગઇ છે. મળતી માહિતી મુજબ NDRF ની ટીમ દ્વારા કાટમાળ નીચે ફસાયેલા બંને બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે.
અને બાળકોને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બિલ્ડીંગ ધરાશાયી થતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ છે. આ સમગ્ર ઘટનાને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને પોતાનો શોક વ્યક્ત કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment